________________
( ૮૧ ) “તારા કહેવાથી ? કારણ કે તે કહ્યું હતું કે એણે મારી માતાને મારી નાખી છે.” રાજાએ ખુલાસો કર્યો.
અરે ભેળા બાળરાજા ! તે અર્થનો અનર્થ કર્યો. એણે તે ઉલટાં તને મરતાં બચાવ્યું છે. તારી માતાએ જ્યારે તું ગર્ભમાં હતા ત્યારે એક એવું અકાર્ય કરેલું જેને લીધે તમે બન્ને મરવાનાં હતાં પણ ચતુર ચાણકયની કાર્યદક્ષતાથી તું બચી ગયો અને તારી માતા મરી ગઈ.” એ ધાવમાતાએ યથાર્થ હકીકત કહી સંભળાવી.
રાજાએ ખરી હકીક્ત જાણું એટલે એને ઘાણે પસ્તાવે થયે પોતાને કુબુદ્ધિ આપનાર ! પેલા અધમ સુબંધુ ઉપર ગુસ્સે થયે. અરે વત્સ ? એણે તો ઉલટું તને રાજ્ય આપ્યું છે. તારા હિતને માટે તો એ સંસારમાં રહ્યો હતો. નહીતર એને તારા રાજ્યનું શું કામ હતું ? તારા પિતાને પણ એણે જ રાજ્ય અપાવ્યું હતું. તે પછી એને તારા રાજ્યની શી તૃષ્ણા હેાય ?” ધાત્રીનાં વચન સાંભળી રાજા એકદમ 'ચાણક્ય પાસે દોડી આવ્યા. એના મંત્રીઓ, એનું અંત:પુર તેમજ નાગરીકે, વગેરે એનાં દર્શને દેડી આવ્યા. રાજા એને પગે પડી પોતાના અપરાધની માફી માગતો આંખમાંથી અશ્રુ પાડતો બે ?હે તાત! મેં અજ્ઞાનપણે આપની અવજ્ઞા કરી છે તો મારો એ અપરાધ ક્ષમા કરે ? ને આપ આપનું રાજ્ય ચલાવો? મારે ત્યાગ ન કરશે? બાલક કદાચ પિતાના મેળામાં વિષ્ટા કરે એથી કાંઈ એને તજી દેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com