________________
( ૭૮).
ઈચછું છું. કુલવંત પુરૂષનો એ આચાર છે કે એમણે સ્વામીનું હિત કરવું જોઈએ. આપે હમેશાં યાદ રાખવું કે આ ચાણક્ય મંત્રીશ્વર મહા ઘાતકી ને વિશ્વાસઘાતક છે.”
સુબંધુનાં વચન સાંભળીને રાજા ચમક્યો. “ચૂપ! ચૂપ! મુખ! એ શું છે !”
હું તે પહેલાંથી જાણતો હતો કે મારા વચન ઉપર આપને વિશ્વાસ ન આવે ! પણ મહારાજ લગાર થશે! હું આપને એની ખાતરી કરી આપું?” નિમકહરામ સુબંધુએ કહ્યું. આજે જગતમાં ઉપકાર ઉપર પણ અપકાર કરનારા જનનાં કયાં તટે છે?
તું શું ખાતરી કરાવી આપે છે.” બિન્દુસારે તિરસ્કારયુકત કહ્યું.
એ પાપી ચાણકયે આપની માતાને પેટમાં ખંજર મારી નાખી છે. માટે આપે પણ આપનું યત્નથી રક્ષણ કરવું?”
મારા માતાને મારી નાખી એની ખાતરી શું ? ” રાજાએ શંશય બતાવ્યું.
તે આપ આપની ધાવ માતાને જ પૂછી જુઓને?” એ અધમ સુબંધુએ રાજાના કાનમાં વિષ રેડવામાં બાકી ન રાખી.
બિંદુસારે તરતજ ધાવમાતાને બોલાવી તે વાત પૂછી જોઈ. ધાત્રીએ પણ તે પ્રમાણે કહ્યું. જેથી બિંદુસાર કોપાયમાન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com