________________
(૭) સેવા કરશે નહી. શિવે અવિનયી બની ગુરૂની હિતશિક્ષા સાંભળશે નહી. ભાઈઓ માંહો માંહે લડનારા થશે.” એ પ્રમાણે સોળે સ્વપ્નોનું ફલ ભદ્રબાહુસ્વામીએ કહી બતાવ્યું. પર્ષદા ભાવી કાલની સ્થિતિ સાંભળીને થંભિત થઈ ગઈ. “ ઈશ્વરનું વચન અન્યથા ન હોય આ વિષમ આરે જગતને દુઃખદાઈ છે.” રાજા એ વિચારતો ગુરૂને વાંદી નગરમાં આવ્યો. પર્ષદા પણ પોતપોતાને સ્થાનકે ગઈ. દ્રબાહુ સ્વામી તે પછી અન્યત્ર વિહાર કરી ગયા. વીર સંવત ૧૭૦ માં સ્યુલિભદ્રને પોતાની પાટે સ્થાપી ભદ્રબાહુ વળે ગયા.
– જી – પ્રકરણ ૧૦ મું.
ભૂલનો ભેગ. ચંદ્રગુપ્તને ભારતનું સામ્રાજ્ય ભોગવતાં કઈ વષે પસાર થઈ ગયાં. એ દરમિયાન તેના મડા અમાત્ય ચાણુંયે સુબંધુ નામના બ્રાહ્મણને એની હુંશીયારીથી અને દાક્ષિણ્યતાથી ચંદ્રગુપ્તને પ્રધાન બનાવ્યા. કારણ કે ચાણકય પણ રાજ્યલક્ષ્મી ભોગવતાં વૃદ્ધ થઈ ગયો હતો, હવે એનું મન પણ કંઈ આત્મકલ્યાણ તરફ ઢળેલું તેથી એણે સુબંધુને મંત્રી બનાવ્યો, પણ સુબંધુ તે અત્યારથી ચાણકય માટે ખટપટ કરવા લાગ્યો. સ્વતંત્ર મંત્રીપદ પ્રાપ્ત કરવાને ચાણકય ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com