________________
( ૭૪) કોણિક-અજાતશત્રુની પેઠે ભદ્રબાહસ્વામીને વાંદવાને આવ્યું. પાંચ અભિગમ સાચવી રાજા સૂરિને વાંદી દેશના સાંભળવા બેઠે. દેશનાને અંતે સર્વ સભાજન સમક્ષ રાજાએ પોતાને આવેલા સળ સ્વપ્નનો અર્થ પૂ . “હે ભગવન ? એ. સ્વપ્નનું શું શું ફલ થશે ?”
રાજાનાં વચન સાંભળીને શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીએ સંઘ સમક્ષ એ સ્વપ્નનો અર્થ કહી સંભળાવ્યો. “હે રાજની તને પ્રથમ કલ્પવૃક્ષની શાખા ભાંગવાનું સ્વપ્ન આવ્યું તેનું ફલ આજથી હવે કોઈ રાજા ચારિત્ર ગ્રહણ કરશે નહી. બીજે સ્વ
ને અસ્ત થતો સૂર્ય જોયો, તેનું ફલ હવે કેવલજ્ઞાન (શ્રુતકેવળ, ચાદ પૂર્વ) વિચ્છેદ જશે. ત્રીજે સ્વપ્ન ચંદ્રને વિષે છિદ્ર જેવામાં આવ્યાં તેના ફલ તરીકે હવે પછી ભગવાન મહાવીરસ્વામીના પ્રરૂપેલા ધર્મમાંથી અનેક ફાંટા નિકળશે, ચોથે સ્વને ભૂતે નાચતાં જોયાં. જેથી અન્ય દર્શની--કુમતિ પુરૂષે ભૂતોની પેઠે નાચશે. પોતાના મતની વૃદ્ધિમાં ફાવી. જશે, પાંચમે સ્વને બાર ફણાવાળે કૃષ્ણ સર્પ જે જેથી બાર વર્ષનો દુકાળ પડશે, (એમના સમયમાં તે પછી બારવર્ષને દુકાળ પડયો) છઠું સ્વપ્ન આવતું વિમાન પાછું વન્યુ તેથી હવે ચારણ લબ્ધિવંત મુનિ ભરતક્ષેત્રમાંને ઐરાવતક્ષેત્રમાં આવશે નહી. સાતમા સ્વપ્નમાં કમળને ઉકરડા ઉપર ઉગેલું જોયું, તેનું ફલ એ છે કે હવેથી વૈશ્યના હાથમાં જૈનધર્મ જશે જેથી એનું મહત્વ ઘટી જશે. આઠમે સ્વપને ખદ્યોત–આગિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com