________________
( ૯૨ )
હતી, ત્યારે વિષનુ એક બિંદુબાલકના મસ્તક ઉપર પડયુ હતુ તેથી ઉખર ભૂમિમાં જેમ ધાન્ય ન ઉગે તેમ એ બાળકના મસ્તક ઉપર તેટલા ભાગમાં વાળ ઉગ્યા નહિ. અને તેથીજ એનું બિંદુસાર નામ પાડયું. ધાવ માતાથી લાલન પાલન કરતા બિંદુસાર વૃદ્ધિ પામવા લાગ્યા.
પૂર્વ નંદરાજાના સમયમાં ગ્રીકનો મહાન સિકંદર ભારત ઉપર ચડી આવેલા ઇ. સ. પૂર્વે ૩૨૭માં, તે સમયે એણે પંજાબના પારસ રાજાને હરાજ્યે તે પછી એ ત્યાંથીજ પાળે લા ઇ. સ. પૂર્વે ૩૨૫માં સિકંદરનું મરણ થતાં એનો સેનાપતિ સેલ્યુકેસ સિરિયાનો રાજા થયા. એણે ઇ. સ. પૂર્વે ૩૧૨ થી ૨૮૦ સુધી રાજ્ય કર્યું ઇતિહાસની ગણત્રી પ્રમાણે ચંદ્રગુપ્ત ઇ. સ. પૂર્વે ૩૧૬માં ગાદી ઉપર આવ્યા અને ૨૯૨ સુધી એણે રાજ્ય કર્યું.
લગભગ ઇ. સ. પૂર્વે ૩૧૨માં સેલ્યુકસ ચંદ્રગુપ્ત ઉપર ચડી આવ્યા. બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ થયુ એમાં સેલ્યુકસ હારી ગયા જેથી એની પાસેથી ચંદ્રગુપ્તે પ ંજાબ, સિંધ અને હાલનો અગાનિસ્તાન તથા બલુચિસ્તાન સુધીનો મુલક લઇ લીધે। અને એની સાથે સંધી કરી. સેલ્યુકસે પેાતાની કન્યા ચંદ્રગુપ્ત સાથે પરણાવી. એ ચંદ્રગુપ્ત સાથના અનુભવ પછી યવનોએ તુરતને માટે િદુસ્તાન જીતવાનું કાર્ય પડતું મૂકયુ.
ચન્દ્રગુપ્તનુ રાજ્ય હિંદુકુશ, હિમાલય, મક્ખ અને વિંધ્ય પર્વત સુધી ફેલાયેલુ હતુ. ગુજરાત, સેારઠ ઉપર પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com