________________
(૭૩) એનેજ અમલ ચાલતો હતો. જુનાગઢનું સુદર્શન સરોવર એના સમયમાં બંધાયું હતું. આવડા મોટા રાજ્યનું રક્ષણ કરવાને એની પાસે સૈન્ય પણ મેટું હતું. છ લાખ પાયદલ ત્રીસ હજાર ઘોડેસ્વાર ને નવ હજાર ગજદળ વગેરે ચતુરંગી સેના હતી. મહાપદ્મનંદના સમયમાં તો આઠ હજાર રથ પણ હતા ચંદ્રગુપ્તના સમયમાં પણ એ હશે. એના સમયમાં તક્ષશીલા, અધ્યા શ્રાવસ્તી, વૈશાલી, પાટલીપુત્ર નાલંદા, ગયા, રાજગૃહ, તામ્રલિપ્તિ, ઉજજયિની, વૈસાખી, વાણારસી વગેરે શહેરો વેપાર અને વિદ્યા માટે પ્રખ્યાત હતાં.
જૈનધર્મ પાળવામાં જાગૃત એવે ચંદ્રગુપ્ત રાજા એક દિવસ પાખીને દિવસે રાતના પિષધ લઈને જ્ઞાન ધ્યાનમાં લીન હતે, તેવામાં ત્રીજી પિરીસીને વિષે સુખે સુતાં સૂતાં એ રાજાએ સોળ સ્વપ્નાં દીઠાં. જાગૃત થયેલે એ રાજા સ્વમાં સંબંધી વિચાર કરવા લાગ્યું. સૂર્યોદય થવાથી રાજાએ પૈષધ પાયે.
એવામાં યુગપ્રધાન શ્રીયશેભદ્રસૂરિના પટ્ટધર અને સંભૂતિવિજયસૂરિના અનુજ બંધુ ગુરૂભાઈચાદપૂર્વેના જાણકૃતધર ભદ્રબાસ્વામી પાંચસો શિષ્યના પરિવાર સાથે વિહાર કરતા પાટલીપુત્ર નગરના ઉદ્યાનમાં સમવસર્યા. ભદ્રબાહસ્વામી ક્ષિતિપ્રતિષ્ઠાનપુરમાં શ્રી મહાવીર સંવત ૯૪માં જન્મ્યા, સં. ૧૩૯ માં એમણે દીક્ષા લીધી. સં. ૧૫૬ માં સંભૂતિવિજયસૂરિ - સ્વર્ગે જતાં એ યુગપ્રધાન-પટ્ટધર થયા.
- મગધરાજ ચંદ્રગુપ્ત ચાણકય સાથે મોટી ધામધુમથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com