________________
(૭૫) યાને પ્રકાશ કરતે દેખ્યો છે તેથી હવે પછીના કાળમાં રાજધર્મ એવા જૈનધર્મને પ્રભાવ ન્યુન થશે ને ખદ્યોતની માફક પાખંડી ધર્મો ઉદય પામશે, નવમા સ્વજનામાં મેટું સરોવર પાણી વગર સુકાયેલું જોયું, અને તેના દક્ષિણ ભાગમાં થોડુંક જળ દીઠું તેથી મહાવીર નેશ્વરનાં જ્યાં પંચકલ્યાણક થયાં છે ત્યાં ધર્મની હાની થશે પણ દક્ષિણ દિશામાં ધર્મની પ્રવૃત્તિ થશે. દશમે સ્વને સુવર્ણની થાળીમાં કુતરાને ક્ષીરનું ભેજન કરતા જે તેથી ઉત્તમ જનેની સંપત્તિ નીચકુળમાં જશે તેમજ તેઓ પૂર્વના દયા ધર્મને છોડીને હિંસામય ધર્મને માનનારા થશે. અગીયારમેં સ્વને હાથી ઉપર કુતરાને બેઠેલો જોયો તેથી જે શ્રીમંત રાજાઓ છે તે પ્રજાને પડનાર થશે. હલકા કુળમાંથી રાજાઓ થશે પણ ઈક્વાકુ કે હરિવંશમાં કઈ રાજા ઉત્પન્ન હવેથી થશે નહી. બારમા સ્વપ્નામાં સમુદ્ર મર્યાદા મુક્તિ જે તેથી રાજાઓ ઉન્માર્ગગામી ને ક્ષત્રીય વિશ્વાસઘાત કરનારા થશે, તેરમા સ્વપ્નમાં મોટા થને નાના વાછરડો ડેલે દીઠે. તેથી પ્રાય: કોઈ વૈરાગ્ય ભાવથી દીક્ષા ગ્રહણ કરશે નહી. ચિદમા સ્વપ્નામાં મોટા મૂલ્યવાળું રત્ન તેજ રહિત દીઠું. જેથી ભારત તથા એરવ્રત ક્ષેત્રમાં સાધુઓ કલેશ કરનારા, માયાવી, બીજાઓને દુઃખ આપનારા, ને અવિવેકી થશે. પંદરમે સ્વને રાજકુંવરને બળદ ઉપર બેઠેલે જોયો તેનું ફલ હવે પછી રાજકુંવર રાજ્ય ભ્રષ્ટ થશે. સામે સ્વને કાળા વર્ણના બે હાથીએ ચુદ્ધ કરતા જોયાં તેથી મેઘ અ૫ થશે. પુત્રે માતા પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com