________________
( so ) ચંદ્રગુપ્તને બતાવી કહ્યું કે “રાજન્ ? આ મુનિઓ પાંખડીએની જેમ અહીંયાં આવ્યા નથી. જેથી એમનાં પગલાં જેવાતાં નથી. શીવ વધુની ઉત્કંઠાવાળા એ મહામુનિઓ આવી સ્ત્રીઓને તૃણ સમાન ગણે છે.” ચાણકયે એવી રીતે પરીક્ષા કરાવી આપવાથી રાજા જૈનધર્મમાં પ્રીતિવાળો થઈ પંચમહાવ્રત પાળનારને ગુરૂ માનવા લાગ્યું અને પાખંડીએથી તે વિરકત થયો.
એક દિવસ ચાણક્ય વિચાર કર્યો. કોઈ અંજન સિદ્ધ પુરૂષ અદશ્ય રહીને કદાચ રાજાને ઝેર આપી દે તે ઠીક નહી, માટે ચંદ્રગુપ્તને ધીરે ધીરે વિષાહાર સધાવું કે જેથી ઝેર એને રસાયણ જેવું થાય. અને વિષનો વિકાર એને અસ૨ ન કરે” એમ ચિંતવીને બુદ્ધિ નિધાન ચાણકયે રાજાને દિવસે દિવસે અધિકાધિક વિષાહાર કરાવા લાગ્યું.
એ અરસામાં ચંદ્રગુપ્તની ધારણનામે પટ્ટરાણું ગર્ભ વંતી થઈ એને રાજાની સાથે બેસીને જમવાને અભિલાષ થયો એ દેહલે પૂર્ણ ન થવાથી ચંદ્રની કળાની માફક એ ક્ષીણ થવા લાગી. જેથી રાજાએ એક દિવસ એને પૂછયું. “હે પ્રિયે ? શા દુ:ખે તું પ્રતિ દિવસ કૃષ્ણપક્ષમાં ઉદય પામેલા ચંદ્રની કળાની માફક ક્ષય પામે છે.”
સ્વામિન ! મારી દુર્બળતાનું કારણ મને એક દેહદ ઉત્પન્ન થયે છે; તેજ છે?”
છે અને તે દેહદ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com