________________
(૬૯) વાળાઓને પોતપોતાનો ધર્મ કહેવાને બોલાવ્યા. એ સર્વ પાખંડીઓને રાજાના અંત:પુરની પાસે એકાંતમાં બેસાડયા. • ત્યાં અંત:પુર પાસે એ બુદ્ધિવાન ચાણકયે બારીક ચુનાના ભુકો પ્રથમથી જ પથરાવી રાખ્યો હતો. એ લંપટ પાંખડી ધર્મવાળાઓએ ચંદ્રગુપ્ત ન આવ્યું ત્યાં લગી ઉઠીને જાળીના બાકાંઓમાંથી એના અંતઃપુરની સ્ત્રીઓને જોયા કર્યું. રાજા આવ્યો એટલે બગલા સરખી મુદ્રા કરીને એ બધા બેસી ગયા. રાજાને પોતપોતાના ધર્મનું સ્વરૂપ કહીને તે સર્વે ચાલ્યા ગયા.
મહા બુદ્ધિવંત ચાણકયે રાજાને ચુનાના ભુકા ઉપર પડેલાં પગલાં બતાવી કહ્યું કે “વસ ! જે એમનાં પગલાં?
જ્યાં સુધી તું અહીંયાં નહોતો આવ્યો ત્યાં લગી એ બધા લંપટ તારું અંત:પુર જતા હતા. આ લોકોની આવી લંપટ પ્રવૃત્તિ જોઈ ચંદ્રગુપ્ત તેમનાથી વિરકત થયે.
બીજે દિવસે ચાણકયે એ ચુનાનો ભુકો સર કરાવીને વેતાંબર જૈન મુનિઓને લાવ્યા. એમને રાજાના ખાનગી ઓરડામાં બેસાડયા. જ્યાં સુધી રાજા આવ્યા નહી ત્યાં લગી એ મહામુનિઓ સ્વાધ્યાય અને આવશ્યક ક્રિયામાં લીન થઈ જીતેંદ્રિય પણાથી મૂર્તિની પેઠેમ બેસી રહ્યા. રાજા આવ્યો એટલે એને ધર્મ સંભળાવીને એ જૈન મુનિઓ ઈરિયા સમિતિમાં એક ચિત્તવાળા થઈ પોતાની વસ્તીમાં (ઉપાશ્રયમાં) ચાલ્યા ગયા. તેમના ગયા પછી ચતુર ચાણકયે
અંત:પુરના ગવાક્ષ નીચેની રેતી જેમની તેમ પગલા વગરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com