________________
(૬૮). એવા ધર્મનું પાલન કરવું કે જેથી પાપથી લેપાએલ આત્મા. પણ ભવસાગર તરવાને સમર્થ થાય ? બાકી તે પાખંડી, ધૂર્ત લોકોએ આજીવિકા માટેજ વ્રત ધારણ કરેલાં હોવાથી તેમનાથી તારે હંમેશાં દુર રહેવું?”
“આપ ક્યો ધર્મ આરાધવા કહો છો?” ચાણક્યને ચંદ્રગુપ્ત પૂછયું.
તો જૈનધર્મનો અનન્ય ભક્ત છું. દરેક ધર્મવાળાએ કરતાં એ ધર્મમાં મને કંઈ અધિક મહત્વ સમજાય છે. તેમજ મારા કુલ પરંપરામાં પણ એ જૈનધર્મજ ચાલ્યો આવે છે.”
“મારું મન પણ એવા સારા ધર્મને માટે આતુર થાય છે પણ કંઈક પરીક્ષાપૂર્વક એની ખાતરી થાય તે ઠીક ?”
“તારું કહેવું વાસ્તવિક છે. કેમકે અજ્ઞાનરૂપી અંધકારમાં ફેસેલા કેટલાક ગુરૂઓ મુખ ખલાસીઓની માફક પોતે પણ બુડે છે અને ભકતને પણ સંસાર સમુદ્રમાં ડુબાડે છે.”
“હે પૂજ્ય! આપનું કથન સત્ય હશે તેઓનું આવું દુરાચારવાળું આચરણ આપે કદી પ્રત્યક્ષ જોયું છે કે સાંભળવા ઉપરથી કહો છે ?”
તેમનું દુરાચરણ હું તે સારી રીતે જાણું છું પણ તને હું પ્રત્યક્ષ બતાવી આપીશ.”
એક દિવસે ચાણક્ય મહામંત્રીએ દરેક પાખંડી ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com