________________
( ૬ ) પ્રકરણ ૯ મું
A
|
ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત અને પર્વત બને નંદરાજાના મહેલમાં આવ્યા, ત્યાં નંદરાજાની વિષકન્યાને જોઈને પર્વત એની ઉપર મેહી પડે. જેથી એના સ્પર્શ માત્રથી ઝેર ચડવાવડે પર્વતનો નાશ થયો ને એનું રાજ્ય પણ ચંદ્રગુપ્તના હાથમાં આવ્યું. ચંદ્રગુપ્ત એવી રીતે મોટા રાજ્યનો ધણી થયે, શુભ મુહુર્ત ચાણક્ય ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક કર્યો પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એણે પોતાની શિખા છોડી. વીરનિર્વાણ પછી ૧પપ વર્ષ વીત્યા પછી ચંદ્રગુપ્ત મગધસમ્રાટ થયો. ચતુર ચાણકય એને મહામંત્રી થયે.
મયુરપષકના નાયકને મુરા નામે પુત્રી હતી, એ મુરાનો પુત્ર ચંદ્રગુપ્ત હોવાથી ચંદ્રગુપ્તનો વંશ માર્યવંશ કહેવાય. તે પછી ચાણકયે રાજ્યની વ્યવસ્થા તરફ લક્ષ્ય લગાડયું. કેટલાક નંદરાજાના અનુભવી પુરૂ વિષમ પ્રદેશમાં રહીને રાજ્યમાં ચોરી કરી ચંદ્રગુપ્તને હેરાન કરતા હતા જેથી નગરની રક્ષા કરવામાં સમર્થ એવા એક કલિક નામના કુટ બુદ્ધિને કેટવાલ બનાવ્ય; એ કલિકે વિશ્વાસ પમાડીને ભેજનાદિકને સત્કાર કરવાના બહાને ચેર બનેલા નંદરાજાના માણસને બોલાવીને મારી નાખ્યા. ચાણાક્યની બુદ્ધિથી ચંદ્રગુપ્તનું રાજ્ય એવી રીતે નિષ્કટક થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com