________________
ચાણકયને અનાયાસે તક મલી ગઈ, એણે પ્રસન્નતા પૂર્વક કહ્યું. “જે તમારે નગરને આફતથી મુક્ત કરવું હોય તો આ દેવીઓની મૂર્તિઓને ઉત્થાપ? જ્યાં સુધી આ દેવીઓ બેઠેલી છે ત્યાં લગી આફત પણ તમારા ઉપર ટેલી છે એ નક્કી સમજજે?” .
ચાણક્યનાં વચન સાંભળીને નગરજનોએ મૂત્તિઓ ઉત્થાપવા માંડી, તેમ તેમ ચાણક્યના સંકેતથી ચંદ્રગુપ્ત અને પર્વતક દૂર ચાલ્યા ગયા. જેથી નગરજને હર્ષ પામ્યા ને મૂર્તિઓ ઉખેડી ખાડે કરી નાખે.
થોડીવાર પછી ચંદ્રગુપ્ત અને પર્વતે એ નગરી ઉપર હલે કરીને જીતી લીધી. એ નગરીને ભંગ કરી શેષ રહેલો બાકીનો દેશ જીતીને મોટા લશ્કર સાથે એ બન્ને રાજાઓએ ચાણાયને આગળ કરીને પાટલીપુત્ર નગરને ઘેરી લીધું. અભિમાનમાં અંધ થયેલો નંદરાજા લશ્કર સહિત લડવાને આવ્યા, પણ એના પુણ્યનો ક્ષય થવાથી યુદ્ધમાં હારીને એનું લશ્કર નાશી ગયું ને રાજા નિર્બળ થયો છેલ્લી ઘડીએનંદ પકડાય ત્યારે એણે ચાણકયની દયા માગી એની પાસેથી જીવિતદાન માગ્યું. ત્યારે ચાણક્ય કહ્યું.”હે નંદ! તું તો મને ગરદન પકડીને સભામાંથી બહાર કાઢો હતો પણ હું તો તને જીવિતદાન આપું છું તેથી ખુશીથા? અને એક રથમાં તારી મરજી પડે તેટલું દ્રવ્ય લઈને બહાર નીકળ, તને કેઈ ઉપદ્રવ કરશે નહી.”
ચાણાક્યનાં એવાં મર્મભેદી વચન સાંભળીને વિજળીના જેવી ચંચળ રાજ્યલક્ષ્મીને ધિક્કારતો પિતાની બે સ્ત્રીઓ, એક પુત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com