________________
(૨૯)
અંકુરો પ્રગટ થાય છે. એનાથી સત્ય અસત્ય પારખવાની શક્તિ આવે છે. વિદ્યા વગરનો માણસ એ કાંઈ માણસ નથી. પંડિતની સભામાં જરાય શોભતો નથી. ઉલટે તેમને હાંસી રૂપ થાય છે. માટે હવે તે કુમારને ભણાવવો એજ એને માટે હિતકારી છે.” ઈત્યાદિ વિચાર કરતાં સમ્રાટે પિતાને હાથેજ કાગળ લખીને તૈયાર કરવા માંડ્યો.
મહારાજનું ધ્યાન કાગળ લખવામાં એકાગ્ર હતું એવામાં એ વિચાર ભુવનમાં એક વ્યક્તિએ પ્રવેશ કર્યો. એણે જોયું કે મહારાજ કાગળ લખવામાં એક ચિત્તવાળા છે. ઓહો ! આવા આદરપૂર્વક કેને કાગળ લખતા હશે. ધીમે પગલે ચાલતી રાજાની પછવાડે આવીને તે વ્યક્તિ ઉભી રહી. પિતે કાગલ ન વાંચી શકે એવી રીતે દૂર ઉભી રહી.
એ વ્યક્તિ તે મહારાજની પટ્ટરાણી તિષ્યરક્ષિતા હતી. ગમે ત્યારે ને ગમે તે સમયે અન્તઃપુરમાં મહારાજની પાસે આવી શક્તી. એવી મહારાજની એની ઉપર અથાગ પ્રીતિ હતી. પ્રસંગે રાજકાજમાં પણ રાજા સાથે ચર્ચા કરી શકતી હતી. કેટલીક વાર સુધી રાજાની એકાગ્રતાનો જ્યારે ભંગ ન થયે ત્યારે પિતાનું આગમન રાજાને જણાવવા એ રાજાની સન્મુખ આવીને ઉભી અને ખુંખાર કર્યો. એ એના મધુરભાવ ભર્યા ખુંખારાથી મહારાજનું એકાગ્ર ધ્યાન ભંગ થયું. “ઓહો ! મહારાજ? આપ એવા તે શું કાર્યમાં ગુંથાયા છો કે હું કયારનીય ઉભી ઉભીને થાકી ગઈ છતાં આપનું ધ્યાન વિચલિત ન થયું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com