________________
( ૨૮ )
રાજા ગુરૂને લઇને અંત:પુરમાં ગયા ત્યાં અંત:પુરમાં પણ રાણીઆને ધર્મોપદેશ આપી નંદન પેાતાના સ્થાનકે રવાને થયા.
અનેક પ્રકારના પેાતાના ધર્મ દિગંત બનાવવાની ચાજના એ નંદનાચાર્યના મગજમાં રમી રહી હતી. એની સ્પર્ધા કરતા જૈન ધર્મ આજે જગતમાં જયવંત હતા. એના જેવું પોતાના ધર્મનું મહત્વ જગતમાં છવાય તેા બુદ્ધ ભગવાનની કેવી અપૂર્વ સેવા બજાવી કહી શકાય ? તે પછી એણે પાઠશાળામાં પડિતા તૈયાર કરવાની ચેાજના તરતજ મહારાજની મદદથી અમલમાં મૂકી.
— w
પ્રકરણ ૫ મું.
સાવકી માના સ્નેહ.
એક દિવસ રાજા પાતાના એકાંત વિચાર ભુવનમાં બેઠા હતા. અવંતીથી દુતના પેગામ આવેલા, એ વાંચી એના હૃદયમાં કંઇ કંઇ વિચાર ઉદ્ભવ્યા. “ કુમાર દિવસે દિવસે મેટ થતા જાય છે તેા હવે એણે અભ્યાસ કરવા એજ ઠીક છે. આવું વિશાળ સામ્રાજ્ય જો એ ભણેલા હશે તેા વ્યવસ્થાપૂર્વક ચલાવી શકશે. વળી હું પણ ઇચ્છુ છુ કે એના પેાતાના હાથના લખેલા કાગળેા મારી ઉપર ક્યારે આવે ! માળા વિદ્યાભ્યાસથી, અનેક શાસ્ત્રોના પઠનથી બુદ્ધિ કેળવાય છે. મગજમાં અનેક પ્રકારના નવીન વિચારા કુરે છે. ચાતુર્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com