________________
( ૧૧ )
ભગવનને નિર્વાણ પામ્યાને ૬૦ વર્ષ થયાં ત્યારે મગધરાજ ઉદાયી પુત્ર મરણ પામવાથી મગધનું તખ્ત નંદ નામના એક પુરૂષના હાથમાં આવ્યું. તેજ વર્ષ માં પાલકના નાશ થવાથી માલવાનું રાજ્ય મગધની સાથે ભળી ગયું.
એ નંદના વંશમાં અનુક્રમે નવ નંદ થયા. એ નવે નદ જૈનધર્મના અનુયાયી અને પરાક્રમી હતા, એ પહેલા નંદના રાજ્યકાલની શરૂઆતથીજ તેમને કલ્પક નામે એક મહા અમાત્ય હતેા એના વંશજો અનુક્રમે નદીનું મહા મંત્રીપણું કરતા આવ્યા. એ નાગરબ્રાહ્મણ છતાં ધર્મ જૈન હતા.
જ્યારે નવમેા નંદ પાટલીપુત્રના તખ઼ ઉપર આવ્યે તે સમયે કલ્પકવ શના શકટાળ નામે એને મહા અમાત્ય હતા. એ શકટાળને શ્રીયક અને સ્થૂલિભદ્ર એવા એ પુત્ર હતા. તેમજ યક્ષાદિ સાત પુત્રીએ હતી. નંદરાજાની સભામાં વરરૂચિ નામે એક મહા વિદ્વાન બ્રાહ્મણ પંડિત હતા. તે સિવાય એક બ્યાડી નામે પણ પંડિત હતા.
વરરૂચી, બ્યાડી અને પાણીની એ ત્રણે એક જ ગુરૂના શિષ્ય હતા. પાણિની મુર્ખ હેાવાથી એને કંઇ આવડતુ નહી. જેથી હિમાલય ઉપર જઈ તેણે તપ કર્યું ને શંકર નામના કાઈ દેવનુ' વરદાન મેલવી એ પ્રખર પંડિત થયા. ત્યારપછી એણે અષ્ટાધ્યાયી રચી જેની આગળવરરૂચી આદિનાં વ્યાકરણ પણ નિસ્તેજ જણાવા લાગ્યાં.
એ વરરૂચિ પંડિત રાજ રાજાની સભામાં એકસા ને આડ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat