________________
( ૫૩ ) દબાવતાં છતાં પણ કાંઈ વળ્યું નહી ત્યારે એ હજારે માસની મેદનીમાં ઝાંખો પડી ગયે.
શાળ મંત્રીએ પેલી ૧૦૮ સુવર્ણ મહેરોની થેલી વરરૂચી આગળ રજુ કરીને કહ્યું “જે આ તારી સુવર્ણ મહારો કે?” • વરરૂચીએ પિતાની સુવર્ણ મડે જોતાં જ ઓળખી જે ના કહે તે ૧૦૮ મહોરે જતી રહે ને હા કહે તે ભેટે પડી જાય. છતાં લોભવૃત્તિ બળવાન હોવાથી એણે હા કહીને થેલી લઈ લીધી, તે કપટી લોકમાં તિરસ્કારને પાત્ર થયો.
એ શકટાલ મંત્રીને મેટો પુત્ર ધુલિભદ્ર રાજાની માનિતી કોશ વેશ્યાને ઘેર રાત દિવસ પડી રહેતો, તેને ત્યાં
ઘુલિભદ્રને સંસારસુખ ભોગવતાં બાર વર્ષનાં વહાણું વહી ગયાં. કાળાંતરે શકટાલમંત્રીના સ્વર્ગગમન પછી નંદરાજા શ્રીયકને લાવી મંત્રી મુદ્રા આપવા માંડી ત્યારે શ્રીયકે હાથ જોડી વિનંતિ કરી કે મારા મોટા ભાઈ સ્થૂલિભદ્રજી કોશાને ઘેર રહ્યા છે, એમને બોલાવીને આપે?”
શ્રીયકનાં વચન સાંભળી નંદરાજાએ સ્યુલિભદ્રને બોલાવવાને કોશાને ત્યાં સીપાહીઓ મોકલ્યા. કશ્યાની રજા લઈ
સ્યુલિભદ્ર નંદરાજાની આગળ હાજર થયો એટલે એનાપિતાને વૃત્તાંત જણાવી મંત્રી મુદ્રા એને આપવા માંડી. સ્યુલિભદ્રે થોડીકવાર વિચાર કરવાની રજા માગી. રાજાએ ઝટ વિચારી કરીને હાજર થવા ફરમાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com