________________
(૩૯)
કે “ દરેક દર્શનના પડિતાએ મારા યજ્ઞમાં ભાગ લીધા છે. પણ તમે શા માટે ન આવ્યા.
“ રાજન ? એ 'િસામય યજ્ઞમાં જૈનયતિએ ભાગ ન લઈ શકે ? સુવ્રતસૂરિએ કહ્યું.
""
“ આવા અનુપમ પૂણ્યમય યજ્ઞ હિંસામય છે કેમ ? ઠીક છે સાત દિવસની તમને મુદ્દત આપું છું કે મારા રાજ્યની હદ છેાડીને તમારે જતા રહેવું ? ’
99
“ રાજન્ ? ચામાસામાં સાધુએ વિહાર ન કરી શકે ? તેમાં પણ વળી સમસ્ત ભરતક્ષેત્રમાં તમારૂ રાજ્ય હોવાથી સાધુએ ક્યાં જાય ? ” સુવ્રતસૂરિએ સમજાવવાની કેાશીષ કરી. ગાઢ અજ્ઞાનરૂપી અંધકારમાં અંધ થયેલા તેમજ અભિમાનરૂપી ફણીધરથી ડાલતા એ નમુચીને મગરૂર આત્મા જરીપણુ સમજ્યા નહીં. “ સાત દિવસ સુધીમાં જો તમે મારી હદ છેડીને નહીંજતા રહેાતા તમને બધાંને મરાવી નાંખીશ એ યાદ રાખશે.”
સુવ્રતસુરિઉપાશ્રયમાં આવ્યા. નગરના સર્વે સજજન એ, મત્રીઓએ નમુચીને અહુ સમજાવ્યે પણ ગમે એટલું પાણી મુશળધાર પડવા છતાં મગશીળીએ પાષાણ પલળે ખરા કે ? એ નમુચીએ કાઇનું કથન સાંભળ્યું નહિ.
સુવ્રતસૂરિએ પેાતાના આકાશગામી વિદ્યાવાળા એક શિષ્યને મેરૂ પર્વતના શિખર ઉપર તપ કરતા મહાપદ્મ ચક્રવીના વડિલ બંધુ વિષ્ણુકુમારને તેડવા મેકવ્યેા. એ શિષ્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com