________________
(૪૫) આખરે થાકીને મુશળધારે મેઘ વરસાવ્યા. પૃથ્વીને જલમય કરી દીધી જલપ્રવાહ પ્રભુને ઢીંચણ પર્યત, પછી જાનું સુધી નાભી લગી વધતાં વધતાં નાસિકાપર્યત જલ આવ્યું. છતાં ભગવન તે નિશ્ચિત હતા. જે બધા વિશ્વનાં મનવાંચ્છિત પૂરવાને સમર્થ છે તે પ્રભુ જલમાં શી રીતે ડૂબે!
એ સમયે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું અને અવધિજ્ઞાનથી આ ઉત્પાત જાણું પોતાની દેવીઓ સાથે ત્યાં દોડી આવ્યે ભગવાન નીચે કમલની રચના કરી નાગનું રૂપ કરી ભગવંતનું શરીર લપેટી મસ્તકે ફણવડે છત્ર ધર્યું. જેમ જેમ પાણી વધતું જાય એમ કમલ ઉચે આવે પણ ભગવન ડૂબે નહીં. કમઠ જલ વરસાવીને થાકો પણ ભગવનને ડૂબાવી, શકયે નહીં. આ તરફ ધરણેન્ટે પણ અવધિજ્ઞાનથી કમઠને ઉત્પાત જાણે એની નિત્સના કરી.
કમઠે ભયભીત થઈને પોતાની માયા સંકેલી લીધી ને ભગવંતને નમી પડ્યો શત્રુભાવે પ્રગટ થયેલા એ કમઠે ત્યાં સમકિત પ્રાપ્ત કર્યું.
કમઠ–મેઘમાળી ઉપસર્ગ કરી રહ્યો ને ધરણે ભકિત કરી રહ્યા છે. એવા શત્રુ અને મિત્ર બન્ને ઉપર જેમની સમાન મનોવૃત્તિ છે તે પાર્શ્વનાથ પ્રભુ જગતનાં વિને દૂર કરો.
કેવલજ્ઞાન પામી સે વર્ષનું આયુષ પૂર્ણ કરી સમેતશિખરના પહાડ ઉપર પાર્શ્વનાથ મેક્ષે ગયા. આજે પણ એ પહાડ પારસને પહાડ એ નામે ઓળખાય છે, એ પાશ્વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com