________________
(૪૬) નાથ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે મેક્ષને માગ શરૂ થયે ને તેમના મુક્તિગમન પછી ચાર પાટ સુધીએ માર્ગ ચાલુ રહ્યો.
શ્રી પાર્શ્વનાથ પછી ચોવીશમા મહાવીર સ્વામી ૨૫૦ વર્ષે મોક્ષે ગયા શ્રી પાર્શ્વનાથની પાટે શુભદ્રા ગણધર થયા તેમની પાટે હરિદત્તજી થયા તેમની પછી ચોથા આર્ય સમુદ્ર થયા તેમની પછી પાચમા સ્વયંપ્રભસૂરિ થયા એ સ્વયંપ્રભસૂરિના શિષ્ય પિતાશય મુનિને એક બુદ્ધકીર્તિનામે શિષ્ય હતો એણે બદ્ધમત નામે એક નવીનમત ચલાવ્યો સ્વયંપ્રભ સૂરિની પાટે છઠ્ઠા કેશિકુમાર મુનિ થયા. ચરમતીર્થકર મહાવીરના સમયમાં આ કેરીગણધર વિદ્યમાન હતા. એમણે વેતાંબી નગરીના નાસ્તિક પ્રદેશ રાજાને ઉપદેશ આપી જેન બનાવ્યો હતો.
એક દિવસ કેશીગણધર અને ગૌતમસ્વામી અચાનક એકઠા થઈ ગયા. ધર્મચર્ચા કરતાં સરળ હૃદયના કેશીગણધરે મહાવીર સ્વામીને માર્ગ માન્ય રાખે. વીર પ્રભુને કેવલ થયા પછી ચારવ મોક્ષનો માર્ગ શરૂથ ને તેમની પાટે ત્રણ પાટ સુધીએ માર્ગ ચાલુ રહ્યો. આનંદ; કામદેવદિક દશ તો મહાવીરના મોટા બારવ્રતધારી શ્રાવક હતા. એ બધા વચમાં દેવતાને એક અવતાર કરીને ત્રીજે ભવે સિદ્ધિને વરશે તે સિવાય મહાવીર સ્વામીના સમયમાં નવ જણે તે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. જે આવતી ઉત્સર્પિણમાં તીર્થકર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com