________________
(૪) વિષ્ણુકુમારે લાખ જેજનપ્રમાણુ શરીર કરવાથી પૃથ્વી ખળભળવા લાગી. પર્વતનાં શિખરો પડવા લાગ્યાં, જ્યોતિષી દે પણ ભય પામ્યા. અરે “આ શું ” બધા બ્રહ્માંડમાં ખળભળાટ થઈ રહ્યો. ચકવતી અન્તઃપુરમાંથી દોડતે આવી વડીલ બંધુના ક્રોધને એના ચરણમાં પડી શાંત કરવા લાગ્યા, વિદ્યાધરે અને ગંધ આ મહા મુનિને ક્રોધ શાંત કરવા માટે મધુરનાદે આકાશમાં ગાન કરવા લાગ્યા. એવા અનેક મધુર કોલાહલથી જેમ જેમ આ મનસ્વી મુનિનો ક્રોધ શાંત થત ગયે એમ એમણે પિતાનું શરીર સંક્ષેપવા માંડયું. અનુક્રમે વિપકુમાર મુનિ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત થયા. ચક્રવતીએ એમને ખમાવ્યા. એવી રીતે નમુચીને ઉપસર્ગ નિવારી વિષ્ણુકુમાર મુનિ ઉપાશ્રયે આવ્યા. આચાર્ય પાસે આવી એનું પ્રાયશ્ચિત કર્યું. સંઘનું કાર્ય હોવાથી તેમને કાંઈ દોષ લાગે નહાતો તે પણ સ્વાધ્યાય ધ્યાન તેમજ ઈરિયાવહિ વડે ગુરૂની સમક્ષ આલોચના કરી, છેવટે વિણકુમાર મુનિ શિવવધુના ભરતાર થયા. -
આ મહાઉત્પાત શાંત થવા પછી જાણે ફરીથી જમ્યા હોય એવી રીતે સર્વે મનુષ્યો સારું જમણ હર્ષજમણ જમતાં અને શુભ વસ્ત્ર પહેરી એક બીજાને જુહાર કરતા સુખશાતા પૂછવા લાગ્યા. એ દિવસ કોસ્તક સુદિ પડવાને હતો ત્યારથી : દરેક કાર્તિકી પડવે મનુષ્યમાં જુહાર કરવાનો ને મનગમતાં હર્ષજમણ જમી નવાં વસ્ત્ર પહેરવાનો રિવાજ શરૂ થયે જે આજે પણ જગમાં પ્રસિદ્ધ છે. આ વિષયુકુમારના દષ્ટાંતથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com