________________
(૩૪) રાજાની પાસેથી કયા નિમિત્તે છુટાં પડવું એનાએ વિચારમાં હતી. રાજા જમવા બેઠા, રાણી પણ પાસે બેઠેલી હોવાથી એ બહાનાની તપાસમાં હતી, એક તરફ મહેંદ્ર અને સંઘમિત્રા પણ જમતા હતાં. તરતજ રાણી દિશાએ જવાનું બહાનું કાઢી જમવાના ઓરડામાંથી બહાર નીકળી. તે જ્યાં રાજા પ્રથમ બેઠા હતા ત્યાં આવી પહોંચી ત્યાં પડેલે કાગળ રાણીએ ઝટપટ વાંચી લીધો. એના વદન ઉપરથી અનેક પ્રકારના છાયા પસાર થઈ ગઈ. એણે કૂર અટ્ટહાસ્ય કર્યું. હદયમાં અનેક તર્કવિતર્ક કર્યા. જલદી નેત્રોજનની શળી લઈને થુંકથી ભીંજવી અંજન સહિત કરી એક ઠેકાણે જરાક માત્ર સુધાર્યું અકાર ઉપર બિંદુ માત્ર કર્યું. ને કાગલ હતું એમ જ મુકી દીધો ને ઝટપટ બહાર નીકળી ત્યાં શ્યામ મુખવાળી શ્યામા સામે મળી. એની કાર્યકુશળતાથી શ્યામા ચેતી ગઈ હતી કે આજે કંઈક છે ખરૂં? શ્યામાને જેમાં રાણી હસી. રાણીના એ કુર હાસ્ય ઉપરથી શ્યામાએ કહ્યું. “કાં બાઈ સાહેબ? કંઈ કાર્યની ચાવી હાથ લાગી?”
“અત્યારે તે એમ જણાય છે. કાર્યની શરૂઆત કરી છે. પૂર્ણ થાય ત્યારે એના ફલની તે માલુમ પડે.” આસ્તેથી રાણીએ ક્યું.
“બસ હવે આપણી ફત્તેહ છે. બાઈસાહેબ?” “તે તારા મેંમાં સાકર ?”
શ્યામાને જણાવી રાણી એકદમ મહારાજ જમતા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com