________________
(૨૭) આજે જેમ જેનપણું જોવાય છે. એવી રીતે બદ્ધત્વ પ્રસરવું જોઈએ. એ મને રથ આપણે જે સફળ થાય તો બુદ્ધભગવનની સેવા આપણે યથાર્થ બજાવી કહેવાય.”
ભગવાન બુદ્ધ અને મહાવીર તે લગભગ સમકાલીન થયા છે. છતાં જ્યાં ત્યાં આટલે બધે જૈન ધર્મને પ્રચાર થયેલ કેમ જોવાય છે? અમારા વડીલે પણ જૈન ધર્મના અનુયાયી હતા. એમની પૂર્વના મગધસમ્રાટ પણ શ્રી મહાવીરનાજ ભક્ત હતા.” રાજાએ પૂછ્યું.
માટેજ રાજન આપણે ઉપદેશકો દ્વારા બ્રાદ્ધત્વ ફેલાવવા કટીબદ્ધ થવું જોઈએ. એટલી અમારામાં ખામી છે કે બુદ્ધ ભગવન જેવી અમારામાં શક્તિ નથી, એમાં અમને રાજાની મદદની પણ જરૂર છે. નંદને નિરાશ થતાં જણાવ્યું.
વળી એ પણ કારણ હશે કે જૈન ધર્મ તો પૂર્વ પરંપરાથી ચાલ્યો આવે છે. ને બુદ્ધભગવાન તો હાલમાં જ થઈને એમણે નવા ધર્મની શરૂઆત કરી.” રાજાએ કહ્યું.
તે પણ ઠીક છે. જ્ઞાતપુત્ર મહાવીર એ વીસમા તીર્થ કર છે એમની પૂર્વે પહેલાં ત્રેવીસ તીર્થંકર થઈ ગયા એમાં પ્રથમ તીર્થકરે શરૂઆત કરી પરંપરાએ દરેક લોકોએ એમાં વૃદ્ધિ કરી. તેમ આપણે તેવી રીતે જૈનત્વનું જોર હઠાવી બાદ્ધત્વ સ્થાપન કરવા તૈયાર થવું જોઈએ.”
વાતમાં સમય પૂર્ણ થતાં રાજ્યસભા બરખાસ્ત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com