________________
(૨૫) ગની નજીક સરયુનદીના કાંઠે પલાસના વનમાં બુદ્ધ ભગવંતે તપ કર્યું હતું. ત્યાં એમને બધિસત્વ પ્રાપ્ત થયું હતું. રાજગૃહ નગરમાં એમને–અમારે મઠ બુદ્ધ ભગવંતે પોતાના સ્વહસ્તે સ્થાપન કર્યો છે. જ્યાં આજે ૫૧ સાધુઓ નિવાસ કરી રહ્યા છે. ને કુશીનગરમાં એ દેહમુક્ત થયા છે. શ્રાવસ્તી વગેરે પ્રસિદ્ધ સ્થળે પણ એ પ્રભુના ચરણ રજેજ પાવન થયાં છે. એવા પવિત્ર તીર્થ સ્થળેનાં દર્શન કરવાથી અનેક ભવનાં સંચિત પાપને નાશ થાય છે. આત્મા પવિત્ર થાય છે.” બદ્ધ ગુરૂએ કહ્યું.
“ભગવન ! આત્મા તે ક્ષણીક છે. આપ તે આત્માને ક્ષણક માને છે! સમયે સમયે આત્મા નાશ પામે છે ને ન ઉત્પન્ન થાય છે તો પછી આપણે પુન્ય–પાપને હિસાબ કેવીરીતે આંકી શકીયે?” રાજાએ પૂછયું.
એ તમારું કથન વાસ્તિવિક છે. આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોવાથી કર્મ કરનાર પણ અન્ય છે એને ભગવનાર પણ કોઈ અન્ય જ છે. એ સિદ્ધાંતનાં ઉંડા-ગંભિર રહસ્ય રાજની તમારાથી ન સમજાય? માટે બુદ્ધ ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ એવાં પવિત્ર સ્થળનાં દર્શન તે અવશ્ય કરવાં જોઈએ.” ગુરૂએ શ્રદ્ધા રાખવાને મહામંત્ર રાજાને બતાવ્યું.
“આપનું કથન સત્ય છે. ગુરૂ મહારાજ ? આપના ધર્મોપદેશથી મારી કુબુદ્ધિ આજે નષ્ટ થઈ ધર્મની મતિ સાફ સાફ અંકાઈ ગઈ. ”
એ તમારી સરલતા, સુજનતાનું લક્ષણ છે. કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com