________________
(૨૦) કરતાં મારો મહેંદ્ર રાજા થતા આપણે ધર્મની અધિક ઉન્નતિ કરશે. બદ્ધધર્મને દિગવિજય કરશે.”
મહારાણીનાં વચન સાંભળી એ ધર્માભિમાની શૈદ્ધાચાર્યના મુખમાંથી પાણી છૂટયું. “જરૂર ધર્મના વિજય માટે અમે ગમે તે કરવા આતુર છીએ. ઐાદ્ધધર્મનો વિજય ધ્વજ જગતમાં ચારે દિશાએ ફરકેલે જેવાને અમે તો ઉત્સુક છીએ.”
“આપના પસાયથી મારો મહેંદ્ર રાજ્ય ઉપર આવશે તો હું તે આપની એક અનન્યા ભક્તા થઈશ. રાત દિવસ આપની ચરણ સેવા કરી મારી જીંદગી સફળ કરીશ. અહા ! એ આપના ઉપકારને બદલે હું શી રીતે વાળીશ?” રાણીએ બૌદ્ધગુરૂને આભાર માન્યો.
તમારું કાર્ય સિદ્ધ થાય તો તમે ગમે તે રીતે બદલે આપી શકે છે. તમે બોદ્ધ ધર્મનાં અનન્ય ભકત થઈ સેવા કરો એ બદલે કાંઈ જેવો તે નથી.” - નંદન અને તિષ્યરક્ષિતાને વાત કરતાં કેટલાક સમય પસાર થઈ ગયે પણ એમને સમયનું ભાન રહ્યું નહી જેથી દ્વાર ઉપર ઉભેલી શ્યામાએ જણાવ્યું. “બાઈસાહેબ? સમય બહુ થઈ ગયો છે તો આપણે હવે જવું જોઈએ?”
' “હા, શ્યામા? આપણે હવે ઝટ જવું ઠીક છે. તારી સલાહ વ્યાજબી છે.” એ ખાનગી વાતમાંથી નિવૃત્ત થતાં મહારાણીએ શ્યામાને કહ્યું. “શ્યામા? જ આપણે રથ તૈયાર કરાવ એટલામાં હું આવું છું?”; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com