________________
(૧૫)
પ્રકરણુ ૩ .
નંદનાચાર્ય. “ગુરૂ ! આપને સુખશાતા તો છેને?” “હા? તમેને દીઠે તો વિશેષ, મહારાણજી?”
આ ઘણું દિવસથી આપનાં દર્શને આવવા આતુર હતી. પણ અવાતું નહોતું. પણ આજે તો ચાહીને આપનાં દશને આવી છું.” આવનાર રમણુએ કહ્યું.
“ગુરૂ દર્શને તે અવશ્ય આવવું જ જોઈએ. એનાથી સત્સંગને લાભ થાય ને પાપ નાશ પામે તમને ખબર છે. શાસ્ત્રમાં તે દેવ કરતાં પણ ગુરૂને મહિમા અધિક વર્ણવ્યા છે.”
શા માટે? ગુરૂ કરતાં તો દેવ મોટા કહેવાય? છતાં દેવ કરતાં ગુરૂને મોટા કહેવાનું કારણું કાંઈ?” આતુર હદયે એ સુંદર સ્ત્રીએ પૂછયું.
કારણ એજ કે દેવને તે આજે ઘણું છેટું પડી ગયું. સંસારના અજ્ઞાની જીવેને એવા દેવનું સ્વરૂપ એળખાવનાર તો અમારા જેવા મહાન ગુરૂજ છે. અમારા જેવા ગુરૂ જગતમાં વિદ્યમાન ન હોત તો આજે આખા ભારત વર્ષ ઉપર લગભગ શ્રાદ્ધ ધર્મ પ્રસરી રહ્યો છે તે નહોત?” કાંઈક ગર્વભર્યા એ ઉદ્ગાર હતા. મુખ ઉપર સંતોષ, પ્રસન્નતાની લાગણી ફેલાઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com