Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અગ્નિનો નાનો તણ ઘાસની મોટી ગંજીને બાળી નાખે છે. તેમ અશ્રદ્ધાને છે નાને અંશ સાધકને ચારિત્રથી ભ્રષ્ટ કરી નાખે છે, તે પર શ્રી આષાઢાચાર્યની કથામાં છે શ્રદ્ધામાં [આજ્ઞાથી] મજબૂત બનાવાની પ્રેરણા આપે છે.
શ્રી આષાઢાચાર્ય વિદ્વાન હતા, શાસ્ત્ર સિદ્ધાંતના સારા જાણકાર હતા અને છે વિશાળ શિષ્ય સમુદાયના સ્વામી હતા. પણ તેમના મનમાં ઉંડે ઉડે એક શંકા રહેલી હતી. કે “દેવલોક હશે કે નહિ ? આથી પોતાને એક શિષ્ય બિમાર પડયો. છે અને તેને કાલધર્મ નજીક આવ્યું ત્યારે અંતિમ આરાધના કરાવીને કહ્યું કે તે જે 4 ચારિત્ર પાળ્યું છે, તેના પ્રભાવે તારી જરૂર દેવગતિ થશે. એ રીતે જો તું દેવલેકમાં છે ઉત્પન્ન થાય તે તરત જ મને કહેવા આવજે. બસ આટલું કરજે.”
શિષ્ય કાળધર્મ પામીને દેવલોકમાં ઉત્પન થયે, પણ ત્યાંના અનુપમ સુખમાં ડૂબી જતાં ગુરૂજી ને ભુલી ગયે. અહિ ગુરૂજી રાહ જોતા રહ્યા કે હમણાં આવશે, 8 છે પણ કોઈ આવ્યું નહિ, થોડા દિવસે પછી. બીજે શિષ્ય બિમાર પડયે અને તેના છે જ જીવનને અંતિમ સમય પાસે આવે, ત્યારે તેને પણ આરાધના કરાવી કહ્યું કે “તું !
શ્રદ્ધાનો સાર
-પૂ. સાવી શ્રી રવિચંદ્રાશ્રીજી મા. (શિવગંજ) છે
દેવલોક માં ઉત્પન થાય તે જરૂર મને કહેવા આવજે'. શિવે તે વાત કબૂલ કરી પણ દેવકમાં ઉત્પન્ન થયા પછી તે પણ ભૂલી ગયે. ત્રીજે શિષ્ય બિમાર પડયે, છે ત્યારે પણ આમ જ બન્યું એટલે આચાર્યના મનમાં શંકા વધી. “ શું ત્યારે દેવલોક નહિ જ હોય ! એવામાં ચોથા શિષ્યને કાલધર્મ પામવાને વખત આવે ત્યારે તેને ભારપૂર્વક કહ્યું કે પેલા ત્રણ તે મને ભૂલી ગયા, પણ તું ન ભૂલશ. જે તું દેવલોક માં ઉત્પન્ન થા કે જરૂર કહેવા આવજે.” શિષ્ય તેમ કરવાનું વચન આપ્યું અને કાળધર્મ પામી દેવલોકમાં ઉત્પન્ન થયે. પણ ત્યાંની મહીની એવી કે ઉત્પન્ન થયા 8 આત્મા રંગતરંગમાં ડૂબી જાય છે. અને તેમાં વર્ષો પસાર થઈ જાય છે.
જયારે જે શિષ્ય પણ કહેવા આવ્યા નહિ ત્યારે આચાર્યની શ્રદ્ધા ચલિત થઈ ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે “ખરેખર ! દેવલોક જેવી કઈ વસ્તુ લાગતી જ 8 8 નથી. જે દેવલોક હોય તે મારે કંઈ પણ શિષ્ય કહેવા કેમ ન આવ્યા ? તે પછી આ