Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૪૨ : તા. ૧૪-૬-૯૪
: ૧૦૧૧ આ કરારને ફેક કરી શકે તેમ નથી, કારણ કે તે દ્વિપક્ષી કરાર છે. અગાઉ તેણે આ પ્રયાર કર્યો હતે, પણ અદાલતે તેને વિફળ બનાવ્યા હતા. આ રીતે સમેતશિખરજી તીર્થની માલિકી નિર્વિવાદ પણે કવેતાંબર જૈન સંઘ વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની જ છે, એવું સિદ્ધ થાય છે
સમેતશિખરજી તીર્થ બિહારના જે ગિરિડિહ પ્રાંતમાં આવેલું છે તેમાં આદિવાસીઓની અને વનવાસીઓની મોટી જનસંખ્યા છે. હવેતાંબરે દ્વારા માત્ર મંદિર અને મહત્સવ પાછળ જ ખર્ચાઓ કરવામાં આવે છે, સ્થાનિક પ્રજાના કલ્યાણ માટે કઈ પ્રવૃત્તિઓ કરવામાં નથી આવતી એ પ્રચાર કરી દિગંબર શ્વેતાંબર સંઘને બદનામ કરી રહ્યા છે. આ પ્રચારમાં કઈ વજૂદ નથી, જેને ખ્યાલ નીચેની હકીકતે ઉપરથી આવશે. સમેતશિખરજીની તળેટી ગણાતા મધુવનમાં વર્ષોથી ગરીબ દર્દીઓ માટે ચિકિત્સાલય ચાલે છે, જેમાં દરરોજ આશરે ૨૦૦ દદીઓને સફત દવા, ફળ વગેરે આપવામાં આવે છે, તાંબર સંઘ તરફથી મધુવન તેમજ આસપાસનાં ક્ષેત્રોમાં વર્ષે ત્રણથી ચાર નેત્રયજ્ઞ યે જવામાં આવે છે, જેમાં આંખના દર્દીઓનાં મફત ઓપરેશન કરી તેમને ચશ્મા, કેટ વગેરે આપવામાં આવે છે. મધુવનમાં આ વર્ષે શ્વેતાંબર તરફથી અપગે માટે જયપુર ફૂટને કેમ્પ રાખવામાં આવ્યું હતું, જેની પાછળ અઢી લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કેમ્પ દર વર્ષે છ હજાર અપંગોને નવજીવન આપવાની તાંબરોની રોજના છે. ગયા વર્ષની બીજી ઓકટોબરે વેતાંબરો તરફથી ગાંધી જયંતી નિમિત્તે આદિવાસી વિદ્યાથીઓને યુનિફોર્મ, પુરત કો, તેલ, સાબુ, મીઠાઈ વગેરે વિનામૂલ્ય આપવામાં આવ્યા હતાં. મધુવન વિસ્તારમાં તમામ ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક ખોરાક તરીકે નિયમિત સેયાબીનની બરફી વગેરે આપવામાં આવે છે. શ્વેતાંબર યાત્રિકે તીર્થયાત્રાએ આવે ત્યારે ગરીબ આદિવાસીઓને પણ ભૂલતા નથી. દર વર્ષે તેમના તરફથી મધુવનમાં આશરે વીસ લાખ રૂપિયાની કિંમતના અનાજ, વસ્ત્રો, દવાઓ, મીઠાઈ, ફળફળાદિ વિગેરેનું વિતરણ કરવામાં આવે છે. સમેતશિખરજીની તળેટીમાં વર્ષોથી શ્વેતાંબર સંઘ દ્વારા એક ગુરૂકુળ ચલાવવામાં આવે છે, જેમાં આદિવાસી તેમ જ હરિજન વિદ્યાર્થીઓને રહેઠાણ, શિક્ષણ, ભજન વગેરેની મફત સુવિધા આપવામાં આવે છે. મધુવનની આજુબાજુના વીસ ગામમાં અપંગ વ્યકિતઓ માટે દર વર્ષે ઘઉં, ચેખા, તેલ વગેરે ચીજોનું મફત વિતરણ કરવામાં આવે છે.
શ્વેતાંબર સંઘ વતી સમેતશિખરજી મહાતીર્થને વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ૧૫૫-૧૯૬૪ વચ્ચે તીર્થના જીર્ણોધાર માટે આશરે ૫૦ લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. ૧૯૬૭માં દુષ્કાળના વર્ષમાં તળેટીથી લઈ પાર્શ્વનાથની ટૂંક