Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૧૦૨૭
વર્ષ ૬ : અંક ૪૩ : તા. ૨૧-૬-૯૪
રામેતશિખરજીના પવિત્ર તીર્થક્ષેત્રમાં ડુકકરની કતલ કરવા માટેનું એક કતલખાનું ઊભું કરવાની યોજના પણ કેટલાક અંગ્રેજોએ બનાવી હતી, જેની સામે એક લાંબું કાનૂની યુદ્ધ છેડી શ્વેતાંબર અગ્રણીઓએ તીર્થની પવિત્રતાને અકબંધ જાળવી રાખી હતી. તે સમયે આશ્ચર્યજનક રીતે દિગંબર ભાઈઓ ચૂપ હતા. ઈ. સ. ૧૮૭૬માં પાલગંજના રાજાએ પારસનાથ પહાડ ઉપર વગર અધિકારે આશરે ૨૦૦૦ એકર જેટલી જમીન ખેડેમ નામના અંગ્રેજને ચાના બગીચા માટે લીઝ ઉપર આપી દીધી. અંગ્રેજી એ જમીન ઉપર ડુકકર મારવાનું એક કતલખાનું ખોલી નાખ્યું. પવિત્ર તીર્થધામની અશાતનાથી અકળાઈ ગયેલા શ્વેતાંબર જેનો વતી ઘનપતસિંહ બહાદુરે ઈ.સ. ૧૮૮૮માં આલીપની ડિસ્ટ્રીકટ કેર્ટમાં કેસ કર્યો. ડિસ્ટ્રિકટ જજે આ કેસ કાઢી નાખે એટલે બાબુ ધનપતસિંહ ફેટ વિલિયમની હાઈ કોર્ટમાં ગયા. હાઇ કેટે હરાવ્યું કે આ પવિત્ર પહાડ ઉપર ડુકકરની કતલ કરી શકાય નહિ, કારણ કે તેનાથી જેનેની ધાર્મિક લાગણીઓ ઘવાય છે. વળી પાલગંજના રાજાએ શ્વેતાંબર સાથે ઈ.સ. ૧૮૭૨ અને ૧૮૭૬માં જે બે કરાર કર્યા છે, તેની ભાવનાને પણ કતલખાનાને કારણે ભંગ થાય છે. હાઈ કે એવી મુકતેચીની કરી કે બેડેમ નામના અંગ્રેજે આ જમીન લીઝ ઉપર લીધી ત્યારે તેમને ખ્યાલ હતું કે અહીં જેનેનું તીર્થસ્થળ છે. આ રીતે કેટેડ કતલખાનું બંધ કરવાને આદેશ ફરમાવતાં શ્વેતાંબરને વિજય થયો. આ કેસમાં અદાલતે સમેતશિખરજી તીર્થના વહીવટ, અંકશ અને કબજા વિશેના વેતાંબરોના અધિકારો માન્ય રા ખ્યા, પણ સાથે સાથે તદન અન્યાયી રીતે એવું ઠરાવ્યું કે આ પહાડની માલિકી જૈનેની નથી પણ રાજાની છે. આ અન્યાય ભર્યા ચુકાદાને કારણે ઈ.સ. ૧૯૧૮માં તાંબર સંઘે આશરે અઢી લાખ રૂપિયા રોકડા ચૂકવી વાસ્તવિક રીતે તાંબર જૈન સંઘની માલિકીને આ આ પહાડ રાજા પાસેથી ખરીદ પડયો. ત્યાં સુધી પાલગંજના મજા તેના માલિક રહ્યા. જો કે અન્યાયી રીતે માલિકી રાજાની ઠરાવવામાં આવી હતી ત્યારે પણ વહીવટ તે શ્વેતાંબર જ હતું, એ બાબતમાં કઈ બેમત નથી.
રામેતશિખરજી તીર્થમાં પારસનાથ ટૂંક ઉપર ઈ.સ. ૧૯૦૦ની આસપાસ આરસપહાણનું નવું મંદિર બનાવવાની વેતાંબરએ યોજના બનાવી ત્યારે દિગંબરેએ તેમાં આડખીલી ઊભી કરવાનો પ્રયાસ કર્યો. તીર્થનો વહીવટ જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર ચાલે અને તેની પવિત્રતા અકબંધ જળવાઈ રહે તે માટે ઈ.સ. ૧૮૫૯થી તાંબર જે અવિરત સંઘર્ષ કરી રહ્યા હતા, તેને ટેકો આપવાની વાત તે બાજુએ રહી, પરંતુ તાંબર જયારે મંદિરને જીર્ણોધાર કરી રહ્યા હતા ત્યારે તેમને રોકવા માટે દિગંબરેએ તેમને કેટમાં ઘસડી જવાની કુચેષ્ટા કરી. દિગંબરોએ હઝારીબાગની ડિસ્ટ્રીકટ કે માં એ કેસ કર્યો કે સમેતશિખરજી તીર્થ જૈન ધર્મના બંને સંપ્રદાયની