Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૬ અંક-૪૫-૪૬ તા. ૧૨-૭-૯૪:
: ૧૦૭૧
આ વિષયમાં કેઇના પણ મનને દુઃખ થતું હોય અથવા માગ વિરૂદધ થતું હેય તે નિછામિ દુકકડે અને ગતવર્ષ દરમ્યાન મારા નિમિત્ત કેઈને પણ મનદુઃખ થયું છે તે મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુકકડ.
તા. ક–અમે સંગઠ્ઠનને ઈરછીએ છીએ. સકળસંઘના સંગઠ્ઠનને લક્ષમાં લઈને અમે પણ સહી કરેલ છે. છતાં જો સૌને સંગઠ્ઠન ઈષ્ટ ન હોય અને પિતતાના ગુરૂ કરે તે કરવાનું હોય તે અમે પણ અમારી સાચી માન્યતા છોડવા ઇચ્છતા નથી માટે સકળ સંઘ મળી એક નિર્ણય ન કરે ત્યાં સુધી અમે અમારા ગુરૂજીની માન્યતા મુજબ કરીશું એમ જણાવીએ છીએ. ક્ષમાપન પત્ર મળે, અમારી પણ ક્ષમાપના જાણશે.
–હિમાંશુ-સૂ. આ નિવેદનના ફલિત થે સ્પષ્ટ જ છે. છતાં એની તારવણી રૂપે કહી શકાય કે,
-સંમેલનમાં સૌને સાંભળવા સંતોષવામાં આવતા હતા, એવી રજૂ થયેલી વાતે વજૂદ વિનાની હતી, કેમકે અસંતોષના કારણે પૂ. હિમાંશુ સૂરિજી મ. જેવાને ૩ દિવસ સંમેલનમાં જવાનું ટાળવા સુધીનું કડક પગલું ઉઠાવવું પડયું હોય, ત્યાં બીજા સાધુએને સંધ્યા હેય, એવું કયાંથી માની શકાય?
-તિથિ અંગે પૂ. આ. શ્રીમદ્દવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે સ્વીકારેલી શાસ્ત્ર સમર્થિત માન્યતા સે ટકા સાચી હતી, એ પત્રમાં નિવેદનમાં બે વાર વપરાયેલા સાચી શબ્દ ઉપરથી આપોઆપ સાબિત થઈ જાય છે.'
-શ્રી હિમાંશુ સૂરિજી મહારાજને વિનતિ પંચમીનું ઉલંઘન ન કરી શકાય, એવું વિધાન શ્રી કાલિકસૂરિજી મહારાજાએ એ માટે જ કહેલ હતું કે, ત્યારે સાંવત્સરીક અવધિ પંચમીની હતી. તિથિ તરીકે પંચમીનું ઉલંઘન ન થઈ શકે, એમ નહિ. પણ સંવત્સરી પંચમીની હતી, એથી પંચમીનું ઉલ્લંઘન ન થઈ શકે એ આ વિધાનને ભાવે છે. પરંતુ સંવત્સરી ચોથે પ્રવતી. એથી પછી થનું ઉલંઘન ન થઈ શકે. સંવત્સરીની અવધિ ભા. સુ ની થયા બાદ હવે ચેાથનું ઉલંઘન ન થઈ શકે. એથી હવે તે કઈ પણ હિસાબે પાંચમના દિવસે સંવત્સરીની આરાધના કરવાનો વિચાર પણ કરી ન શકાય. આપશ્રીએ સહી પાછી ખેંચી લઈને આપના ગુરૂદેવની શાસ્ત્રસિધ્ધ માન્યતા મુજબ આરાધના કરવાનું સ્વીકાર્યું, એ આનંદની વાત છે. છતાં ૨૦૨૦ ના પટ્ટકની આપવાદિક-આચરણને ત્યાગ કરીને વિ સં. ૨૦૪૭ની સાલથી આપના ગુરૂદેવે “જન્મભૂધિ” પંચાગ મુજબ જ પૂનમ-અમાસની ક્ષયવૃદિધ માન્ય રાખીને તિથિઆરાધના કરવાને મળ-માગ સ્વીકાર્યો હતો, તે આપશ્રીએ પણ હવે પૂનમ અમાસની કાયવૃદિધએ તેરસની વૃદ્ધિ કરવાની અશાસ્ત્રીય માન્યતા પડતી મૂકીને સંપૂર્ણ સત્યને સ્વીકાર