SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ અંક-૪૫-૪૬ તા. ૧૨-૭-૯૪: : ૧૦૭૧ આ વિષયમાં કેઇના પણ મનને દુઃખ થતું હોય અથવા માગ વિરૂદધ થતું હેય તે નિછામિ દુકકડે અને ગતવર્ષ દરમ્યાન મારા નિમિત્ત કેઈને પણ મનદુઃખ થયું છે તે મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુકકડ. તા. ક–અમે સંગઠ્ઠનને ઈરછીએ છીએ. સકળસંઘના સંગઠ્ઠનને લક્ષમાં લઈને અમે પણ સહી કરેલ છે. છતાં જો સૌને સંગઠ્ઠન ઈષ્ટ ન હોય અને પિતતાના ગુરૂ કરે તે કરવાનું હોય તે અમે પણ અમારી સાચી માન્યતા છોડવા ઇચ્છતા નથી માટે સકળ સંઘ મળી એક નિર્ણય ન કરે ત્યાં સુધી અમે અમારા ગુરૂજીની માન્યતા મુજબ કરીશું એમ જણાવીએ છીએ. ક્ષમાપન પત્ર મળે, અમારી પણ ક્ષમાપના જાણશે. –હિમાંશુ-સૂ. આ નિવેદનના ફલિત થે સ્પષ્ટ જ છે. છતાં એની તારવણી રૂપે કહી શકાય કે, -સંમેલનમાં સૌને સાંભળવા સંતોષવામાં આવતા હતા, એવી રજૂ થયેલી વાતે વજૂદ વિનાની હતી, કેમકે અસંતોષના કારણે પૂ. હિમાંશુ સૂરિજી મ. જેવાને ૩ દિવસ સંમેલનમાં જવાનું ટાળવા સુધીનું કડક પગલું ઉઠાવવું પડયું હોય, ત્યાં બીજા સાધુએને સંધ્યા હેય, એવું કયાંથી માની શકાય? -તિથિ અંગે પૂ. આ. શ્રીમદ્દવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે સ્વીકારેલી શાસ્ત્ર સમર્થિત માન્યતા સે ટકા સાચી હતી, એ પત્રમાં નિવેદનમાં બે વાર વપરાયેલા સાચી શબ્દ ઉપરથી આપોઆપ સાબિત થઈ જાય છે.' -શ્રી હિમાંશુ સૂરિજી મહારાજને વિનતિ પંચમીનું ઉલંઘન ન કરી શકાય, એવું વિધાન શ્રી કાલિકસૂરિજી મહારાજાએ એ માટે જ કહેલ હતું કે, ત્યારે સાંવત્સરીક અવધિ પંચમીની હતી. તિથિ તરીકે પંચમીનું ઉલંઘન ન થઈ શકે, એમ નહિ. પણ સંવત્સરી પંચમીની હતી, એથી પંચમીનું ઉલ્લંઘન ન થઈ શકે એ આ વિધાનને ભાવે છે. પરંતુ સંવત્સરી ચોથે પ્રવતી. એથી પછી થનું ઉલંઘન ન થઈ શકે. સંવત્સરીની અવધિ ભા. સુ ની થયા બાદ હવે ચેાથનું ઉલંઘન ન થઈ શકે. એથી હવે તે કઈ પણ હિસાબે પાંચમના દિવસે સંવત્સરીની આરાધના કરવાનો વિચાર પણ કરી ન શકાય. આપશ્રીએ સહી પાછી ખેંચી લઈને આપના ગુરૂદેવની શાસ્ત્રસિધ્ધ માન્યતા મુજબ આરાધના કરવાનું સ્વીકાર્યું, એ આનંદની વાત છે. છતાં ૨૦૨૦ ના પટ્ટકની આપવાદિક-આચરણને ત્યાગ કરીને વિ સં. ૨૦૪૭ની સાલથી આપના ગુરૂદેવે “જન્મભૂધિ” પંચાગ મુજબ જ પૂનમ-અમાસની ક્ષયવૃદિધ માન્ય રાખીને તિથિઆરાધના કરવાને મળ-માગ સ્વીકાર્યો હતો, તે આપશ્રીએ પણ હવે પૂનમ અમાસની કાયવૃદિધએ તેરસની વૃદ્ધિ કરવાની અશાસ્ત્રીય માન્યતા પડતી મૂકીને સંપૂર્ણ સત્યને સ્વીકાર
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy