Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે. મારા પરમગુરૂદેવેશના પૂ. ગુરૂદેવ પરમારાથ્યપાદ આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજાએ નિર્ણય કર્યો કે-“આને આચાર્ય પદવી આપવી” પરંતુ તેઓ પૂજ્યશ્રી અકસ્માત કાળ પામી ગયા. તે પછી મારા પૂ. ગુરૂ મહારાજે મને કહ્યું કે- પુ. મહારાજ કહી ગયા છે માટે આ કામ કરવાનું છે? વડીલેએ જે આ સ્થાન ઉપર મને બેસાડયા તેની ફરજ બજાવી રહ્યો છું. અને જે ફરજ બજાવી શકો તેને આનંદ છે. આ પદનું જોખમ મેટું છે. આ પદ પામી ભગવાનની આજ્ઞાથી ઊલટુ બોલે તે અનંતે સંસાર વધી જાય. શ્રી જૈન શાસનમાં પદની–તેમાંય આ પદની-જોખમ-દારી ઘણું છે. શ્રી જૈન શાસનમાં આચાર્યોને “રાજાના સ્થાને ગણવામાં આવ્યા છે.
શાસનમાં જે કાંઈ ખોટું હોય તેને ખાટાં તરીકે જાહેર કરવું જોઈએ અને સાચાને સાચા તરીકે જાહેર કરવું જ જોઈએ. તેમ ન કરે અને ઊંધી ઊંધી વાતો કરે તે પિતે ય સંસારમાં રખડે અને બીજાઓને પણ સંસારમાં રખડાવે.
આવું પાપ મારાથી થયું નથી તેને આનંદ છે અને મારી ઉપર મૂકેલ વિશ્વાસને ય સફલ કરી શક્યો તેને ય આનંદ છે અને તેટલી શકિત પણ જાળવી શકીશ.
તમે સૌ સાધુપણા માટે તરફડતા થાવ અને સાધુપણું પામી વહેલામાં વહેલા મેક્ષે જાવ તેજ આજના પ્રસંગે ઈચ્છા છે.
(સં. ૨૦૪૬, ટી. સુ. ૬ સોમવાર તા. ૩૦-૪-૯૦ના આચાર્યપર્યાયના ૫૫ મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે, શેઠ શ્રી પુખરાજજી રાયચંદ ભવનમાં આપેલ પ્રાસંગિક પ્રવચન માંથી )
૦ ખંભાતમાં પૂ. મુ શ્રી કાતિ વિ. મ.ના દીક્ષા પ્રસંગે જે ભયંકર તેફાન થયું વાતાવરણ હાથ ન રહ્યું ત્યારે શાંતિ માટે ત્યારના દિવાને શેઠ શ્રી કરતુરભાઈ અમરચંદને કહ્યું હતુ કે-“આ સાધુને વિહાર કરાવી દે તે વાતાવરણ કાંઈક શાંત થાય.” તે સુશ્રાવકે કહ્યું કે વિનંતિ કરીને લાવ્યા છીએ. અમારા મડદા ઉપર. જવું હોય તે ભલે જાય.” આજના શ્રાવકને આમાંથી બોધપાઠ શીખવાની જરૂર છે.
તે દિવાને પૂજ્યશ્રીજીની જે રીતના ઉલટ તપાસ માટે પ્રશ્નો પૂછયા અને પૂજ્ય શ્રીજીએ જે તાર્કિક બૌદ્ધિક ઉતર આપ્યા તે સાંભળી દિવાને શેઠને કહ્યું કે તમારા સાધુ બહુ હોંશિયાર છે. ત્યારે શ્રી કસ્તુરભાઇ એ કહ્યું કે-“ચેર તો નથી ને ?” શાસનસમર્પિત આત્માઓ કેવા હોય તે આ પ્રસંગ ઉપરથી સારી રીતે સમજાય છે ને ?
તે પૂ મુ. શ્રી કાંતિવિજ્યજી મ. ના અદાલતી ચૂકાદા અંગેનું લખાણ દા ધર્મ અંગે વેધક પ્રકાશ પાડતું હોવાથી “જેન પ્રવચન' માંથી ઉધૂત કરી અત્રે પ્રગટ કરવું તે અસ્થાને નહિ ગણાય;