Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૪૮ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) જે ભૂમિકા બાંધી જે રીતે સમજાવે છે તેથી જરા પણ પકડાતા નથી એટલું નહિ એક ધર્માચાર્ય આમ જ સમજાવે.”
પૂ.શ્રીજીએ દિલ્હીમાં જ્યારે ચાતુર્માસ કર્યું હતું ત્યારે તે વખતના ક્ષતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ સાથે અને વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ સાથે પણ આજની જેમ સામેથી બેલાવીને નહિ-સ્વયં પુ.શ્રીજીના ગુણેથી આકર્ષિત થયેલા તેઓએ ૫ શ્રીજી સાથે મુલાકાત યોજી હતી. પૂ.શ્રીજીની પ્રતિભા ધાર્મિક તેમજ રાજકીય સમજથી પણ પ્રભાવિત થયેલા. તે બને સાથે નકકી સમયે કરતાં પણ અધિક સમય સુધી વાર્તાલાપ થયે હતે. બને પૂશ્રીજી ઉપર અહોભાવને દર્શાવતા થયા હતા.
તે જ રીતે વર્ષો પૂર્વે સરદાર વલ્લભભાઈ પટેલ પણ પૂ શ્રીજીની વાણી થી અત્યંત પ્રભાવિત થયા હતા અને પિતાની અસહકારની રાજકીય ચળવળમાં જોડાવા ધર્મના નામે આમંત્રણ આપ્યું હતું. ત્યારે તેમના જેવાની શેહ શરમમાં જરાપણ તણાવ્યા વિના પૂ. શ્રીજીએ બે ધડક સુણાવી દીધું હતું કે-“તમારી આ ચળવળમાં મને ધાર્મિકતાના દર્શન થશે તે વગર આમંત્રણે હું આવી જઈશ. બાકી જે રીતની ચળવળ કરી રહ્યા છે તેનાં ખરાબ પરિણામે દેશને ભેગવવા પડશે. દેશમાં એવી એવી બદીએ લાશે જેને રેકી પણ નહિ શકે.” વર્ષો પૂર્વેની તે આર્ષવાણું આજે અક્ષરશઃ શું સત્ય નથી બની રહી છે
(૧૩) : અનુપમ પ્રભાવકતા : પૂ શ્રીજી આટલી મહાન વિભૂતિ હોવા છતાં પોતાના તારક ગુરુદેવેશશ્રછ આગળ એક બાળકની જેમ જ રહેતા હતા. જે રીતની ગુરુભકિત કરી. જે રીતને વિનય કરેલ તે તે આજે આપણા બધા માટે આદર્શ—આદરણીય છે. મહાપુરૂષે નું વર્તન પણ અનેકને બોધ પમાડે જે તેનામાં થેડી ઘણી પણ લાયકાત હોય તે !
પૂછીએ તે રીતે પિતાના પરમતારક ગુરુદેવેશશ્રીને જે અંતિમ નિર્ધામણા કરાવી તેની યશોગાથાઓ આજે ભકતે તે ઠીક પણ વિરોધીઓ પણ ગાઈ રહ્યા છે. દૂધમાંથી પિરા કાઢનારાની જેમ ખામી જ કે ભૂલ જનારાને પણ પ્રશંસા કર્યા વિના ચાલે તેમ નથી !
એક માત્ર ઈર્ષાભાવ અને તેજોદ્ધ ષ આત્માને કે પામર બનાવે છે અને ગુણભાવને ધરનારા મહાપુરૂષે તે તેવી વાતને કાને પણ ધરતા નથી પરંતુ સઘળાય જેની સાચી દયા ચિંતવે છે. તેમાં પણ શાસનને પામેલા હારી ન જાય તે માટે સતત સજાગ અને સાવચેતીના સૂર પણ અવસરે અવસરે રેલાવ્યા કરે છે. પણ બધિરને ગાન આનંદ ન આપે તેમાં દોષ કોને? ઘૂવડ સૂર્યને ન જોઈ શકે તે વાંક કેને? તે જ હાલત