Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૬૦
શ્રી જૈનશાસન (અઠવાડિક) નહિ તેની ? કોઈને ય આકર્ષવા માટે પણ કોઈ પણ જાતની તેવી યે જના ન કરાય. એવી જનાઓ કરવી તે તે જીવોને લલચાવવા બરાબર છે. બાકી ધર્મની
માગની--મક્ષની આરાધના માટે જેટલી સહાય જોઇતી હોય તેટલી સ ય પૂરી પાડવામાં પૂરો લાભ છે તેમ સમજાવીએ. પણ તેના માટે અમે ઘેર-ઘેર ભીખ માગવા નીકળીએ ? આવી ગાંડી વાત ન કરે. તમે લેકે કશું સમજતા નથી કાં સમજતા હેવ તે ય આપણા બાપનું શું તમે માને છ-માટે આજનાં બધાં તેફાને ચાલે છે. તમે બધા જો સાધુને ધર્મ શું અને શ્રાવકને ધર્મ શું તે સમજી જાવ તે કામ થઈ જાય.
માટે સમજે કે- સાધુ સમાજની ચિંતા કરવાવાળે ન હોય. સાધુ આત્માની ચિંતા કરનારો હેય. આત્માની ચિંતા કરનારો કયારે ય સમાજને માથે ભારરૂપ બનતો નથી. જેને આત્માની ચિંતા નથી તેવો સાધુ સમાજની ચિંતા કરવાના નામે જે કઈ પ્રવૃત્તિ કરે છે તેમાં એના અને સમાજના હિતને સવનાશ સમાયેલું છે. સાધુ સમાજસેવક બને ત્યારે સાધુ અને સેવક મટીને સ્વાર્થી બને છે.
(૧૬) : અમૂલ્ય માર્ગદર્શન : આ યુગપુરુષે અવસરે અવસરે જે મહામૂલું માર્ગદર્શન આપ્યું છે તેને પણ જે બરાબર અનુસરીએ તે પણ આત્માનું કલ્યાણ થઈ જાય.
તેમાંના કેટલાક પ્રસંગે ઉપર દષ્ટિપાત કરીએ. [૧] બલી અંગે આ મહાપુરુષ કહેતા કે- જેનશાસનમાં બેલી બોલીને તરત જ આપી દેવી તે જ સાચી શાહુકારી દે. કદાચ આ વિષમ કાળને કારણે તરત જ ભરપાઈ ન કરી શકે તે જે મુદત નકકી કરી હોય તે મુદતમાં પણ આપી દેવી જોઈએ. તે મુદતમાં પણ જે ન આપી શકે તો બજાર વ્યાજ સાથે જે તે રકમ ભરપાઈ કરો તેજ દેવ દ્રવ્ય ભક્ષણના દેષથી બચી શકે. નહિ તે દેવદ્રવ્ય–ભક્ષણને દેષ લાગ્યા વિના રહે નહિ. આજે બધાની જે બુદ્ધિ બગડી છે તેમાં જાણે-અજાયે પણ મોટાભાગના પેટમાં દેવદ્રવ્યનું ધાન ગયું છે તેની અસર છે.”
[૨] સાધારણ અંગે પણ કહેતા કે- દરેકે દરેક જૈને પોતાને સડા ખર્ચ જે. ૧૦૦૦ રૂ. હોય તે ૨૫ રૂ. સાધારણમાં વૈછિક રીતના આપી દે. આ રીતે ૨ હજારે પચ્ચીશ ગણી આપી છે તે સાધારણને તો કયારે પણ પડે ખરો ? પિતાને સંઘ તે માતબર થઈ જાય પણ નાના-નાના સંઘે પણ તરી જાય ને ?'
[૩] “ઉપાશ્રયનો ઉપયોગ ધર્મક્રિયા સિવાયના કોઈપણ કાર્ય માટે નહિ થવે જોઈએ. અને તમારે સમજવું જોઈએ કે-આપણે ધર્મક્રિયા કરી શકીએ એ માટે જ આપણે આ