Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1034
________________ ૧૧૬૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) એટલે કે સાધુની મૂગી સંમતિ પણ ન હોઈ શકે. સાધુઓએ તે આવી પ્રવૃત્તિને અટકાવવાનો યથાશકર્યો પ્રયત્ન કરવો જોઈએ. આ બાબતમાં વિરોધ છતાં મૌન રહેવાથી એવી માન્યતા રૂઢ થતી જાય છે કે-એ શાસ્ત્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સાધુઓની સંમતિ છે. એવી માન્યતાને ટેકે ન મળી જાય અને સાચી સમજ આવે માટે સાધુએ એ અવસરે અવસરે જણાવતાં રહેવું જોઈએ કે, સ્વપ્ન દ્રવ્ય દેવદ્રવ્યમાંજ જાય અને સાધારણ ખાતે તેમાંથી એક પણ કેડી લઈ જવાય જ નહિ. [૧૭] : અપૂર્વ સમાધિ સાધી ગયા : આ મહાપુરૂષે જીવનભર જે મહા માર્ગનું પ્રતિપાદન કર્યું, જે રીતે મહા માર્ગ સમજ તે ઉપકાર તો ભૂલાય તેવું નથી. તેઓ એક જ વાત કહેતા કે-“જગતના જુવે જે સુખ ઈચ્છે છે તે કેવું ઈચ્છે છે? તેમાં થે ડું પણ દુખ હોય તે ગમે ? જે તમારા કરતાં બીજા પાસે અધિક હોય તે ગમે ? જે આવ્યા પછી ચાલ્યું જાય તેવું હોય તે ગમે? તે જેમાં દુઃખને લેશ પણ ન હોય જે પરિપૂર્ણ હોય અને આ પછી કયારે ય નાશ ન પામે તેવું હોય તેવું સુખ આ સંસારમાં છે ખરું. કાળના પ્રભાવે જે લેકે “સંસાર સુખ માટે ધમ ન થાય તે શું પાપ થાય?” આમ કહી લોકોને ભરમાવતા તે તેને પણ જે રીતે પ્રતિકાર કરેલ અને દયાવના પિષણ-વૃદ્ધિમાં હું પણ નિમિત્ત ન બનું.” એવા શુદ્ધ ભાવથી પોતાનું પણ સંડલું અંગ કાપવું પડે તે કાપી નાંખવા જે નિર્ણય લઈ પિતાના ગણતાને પણ દૂર કરતાં આ મહાપુરૂષ જરા પણ અચકાયા ન હતા અને “સિદ્ધાંત ખાતર બધું છેડાય, પણ કોઈની ય ખાતર સિદ્ધાંત ન જ છોડાય.” આવી દઢતાનો દાખલો મુકી ગયા તેવા સિદ્ધાંતસરક્ષકના ચરણમાં કેટિ કેટિ પ્રણામ!. આ મહાપુરૂષે જીવનમાં અનેકવાર મરણાંત માંદગી આવી છે તેમાં પણ અદભુત સમાધિનું દર્શન કરાવ્યું. જીવનભર ‘સુખ ભૂંડું અને દુઃખ રૂડું મજેથી વેઠવા જેવું એ જે પ્રતિપાદન કર્યું તે સાક્ષાત્ જીવનમાં જીવી બતાવ્યું. અને જીવનની છેલ્લી ક્ષણ સુધી “અરિહંત'ના ધ્યાને આ પાર્થિવ દેહને ત્યાગ કરી, મહત્સવ રૂ૫ સમાધિમૃત્યુને વરી ગયા અને સમાધિમૃત્યુને સંદેશ સુણાવીને ગયા. - જીવનભર જે પૈસાને ભૂંડામાં ભૂપે જ કહ્યો, છોડવા જે કહ્યો તે જ પૈસે તેઓની અંતિમ યાત્રામાં જે રીતને ખર્ચાયે તેથી વિરોધીઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. શાસ્ત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માદિ મહાપુરૂષના સમાધિ મૃત્યુ-અંતિમ યાત્રામાં વર્ણન જ વાંચવા-સાંભળવા મળે પણ આ કાળમાં તેને સાક્ષાતકાર આ મહાપુરૂષ કરાવીને સૌને

Loading...

Page Navigation
1 ... 1032 1033 1034 1035 1036 1037 1038