Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
બધી જ પ્રવૃત્તિ કરો અને એ આજ્ઞાને ઘાત થાય એવી બધી પ્રવૃત્તિ છેડી ઘો! પરમ તારકની આજ્ઞાના સેવનમાં જ સ્વનું, પરનું અને સમસ્ત વિશ્વનું કલ્યાણું સમાયેલું છે.'
આ રીતે રાજકીય ચળવળના ઓઠા હેઠળ તેઓ ન ફાવ્યા તે પૂજ્યશ્રીજી “ગાંધીજીની નિંદા કરે છે એ અસત્ય આરોપ પ્રચાર્યો.
ગાંધીજીએ કરેલી અહિંસાની વ્યાખ્યા જેનધર્મની અહિંસાને બંધ બેસતી નથી અને તેથી જ કુતરાં ઉપરના ગોળીબાર પ્રસંગે, વાછરડાના કરવામાં આવેલા ઘાતના પ્રસંગે, વાંદરાઓને સત્યાગ્રહ આશ્રયનાં શાક બચાવવા માટે મારવાના પ્રસંગે, તેમજ બીજા ઘણુ પ્રસંગેએ, ગાંધીજીએ જૈન ધર્મની અહિંસાને નિષ્કારણ સંડે વીને ગેરસમજ ઉભી કરી હતી. આ
આવા પ્રસંગે ધર્મ દવંસને નહિ ઈચ્છતા પૂજ્યશ્રીજી એ વિષયમાં ઘાગ્ય ખુલાસા કરે તે એ કાંઈ ગાંધીજીની નિન્દા નથી અને જે એને જ નિદા કહેવાય તે પરિણામે ગાંધીજી ખુદ પણ નિન્દા કરનારા ઠરે તેમ છે. પરંતુ કેઈનાય અધાર્મિક વિચારોના પ્રચારથી ભદ્રજને જે ઉન્માર્ગે દોરવાઈ જાય તેમ હોય, તે ઉપકારી મહાપુરૂષ અવશ્યમેવ તેને પ્રતિકાર કરે જ.
.: (૯) સન્માગ રક્ષા , સં. ૧૯૯૦ માં અમદાવાદમાં સકલ શ્રમણ સમુદાયનું એક સંમેલન ભરાયું હતું. તે વખતે પૂજ્યશ્રીજી જે જે પ્રતિપાદન કરતા હતા તે સાંભળનાર. સચોટ પ્રતિપાદન સાંભળી ડોલી ઊઠતા અને વૃદ્ધ સામાન્ય પુરુષે પણ કહેતા કે “રામવિજયજી બોલે છે અને મોતી કરે છે. ત્યારે પુજયશ્રીજી તેવી પ્રશંસામાં પણ જરા પણ મૂંઝાયા વિના શાને પથા કહેનાર માટે કહેતા કે “મુ. શ્રી વિદ્યાવિજયજી શાસ્ત્રને “પથા' કહે છે અને મારી છાતીમાં ખંજર ભેંકાય છે આ તે પૂ.શ્રીજીને શાસ્ત્ર ઉપરને અવિહડ રાગ..!
- તે વખતે શ્રી સંઘમાં તિથિપ્રશ્ન જે વિવાદ-વિખવાદે ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું તે પ્રશનને નિવેડો લાવવા પૂ શ્રીજી આદિએ ઘણા પ્રયત્નો કરેલા પણ તે વખતે ય, આજે જેમ ઘણાને પ્રશ્નોને ગૂચવવામાં જ રસ હોય છે પણ તેના નિરાકરણમાં નહિ તેની જેમ એક જ જવાબ મળેલ કે તિથિનો પશ્ન તપાગચ્છને છે, અહીં તે બધા ગોનું સંમેલન છે. ત્યારે પૂજયશ્રીજીએ કહેલું કે, અહી તપાગચ્છના પ્રમુખ બધા આચાર્યો ભેગા થયા છે, તે તપાગચ્છવાળા જુદા બેસીએ અને શાસ્ત્રાધાર તેને નિવેડે