Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ : તા. ૨-૮-૯૪
: ૧૧૨૧
અને વસ્તુસ્થિતિથી અજ્ઞાન લેકેને ભેળા કરી ઠરાવ કર્યા અને કાળના છેડે તે ઠરાવને દોડાવ્યા. પણ તેમાં તેઓએ ભયંકર નિષ્ફળતા મેળવી.”
હું તે રે જ કહું છું કે-દુનિયાની કાર્યવાહી સાથે સાધુઓને કશું જ લાગતું વળગતું નથી સાધુ તો સારાય સંસારને એટલે કે રાજ્ય, હદ્ધિ, સિદિધ અને સાહ્યબી વિગેરે તમામને અસાર માને છે. કેવલ એક મોક્ષને જ વાસ્તવિક રીતિએ સારભૂત માને છે. શ્રી જિનેશ્વર દેવે એજ કહ્યું છે અને અમે પણ એજ માનીએ છીએ અને અહીં આવે એને જ એ જ સંભળાવીએ છીએ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર સિવાય ચેથી કઈ વસ્તુની વાત આપણે કરતા નથી. માત્ર એ રત્નત્રયીનું જ મંડન કરીએ છીએ?
જે સમયે રાજકીય પ્રવૃત્તિમાં પણ અહિંસક રહેવાની ઉષાઓ થાય છે, તે સમયે વિદ્યાભ્યાસમાં પણ હિંસાનું સમર્થન કરનાર આ લેકે જ છે. કેર્ટમાં ગયા વિના એક દિવસ પણ રહી શકતા નથી, રાજયનાં ખાતાઓને એ નિભાવે છે કારખાનાંઓ ખોલાવે છે અને વળી દેશભકિતના દાવાઓ પણ એ જ કરે છે. દેશ હિતથી વિપરીત વતન કરનારા આ ડીગ્રીધરે છે કે જૈન સાધુઓ છે-તે જગતથી અજાણ્યું નથી. તેમાંના કેટલાયે વકીલાત છે ડી? કેટલા ઘર છોડી ગયાં ? કેટલા જેલમાં જવા તૈયાર થયાં? હું તે કહે છું કે-દેશ સુલેહ થાય ત્યારે દેશદ્રોહી તરીકેના પ્રથમ ચાંદને લાયક આવા જઠરશે.
આપણે તે કહી શકીએ તેમ છીએ કે-“અમે ધર્મક્રિયાઓમાં રકત હતા, દર-પંદર દિવસે દેશને, દેશનાયકની, પુરજનેની અને જગદ્દભરની શાંતિ માટે “શાંતિભવત'ના પાઠથી શારિ ઈચ્છતા હતા, દુનિયાભરની શાંતિ માટે અમારી પ્રાર્થના ચાલુ જ હતી. એટલે દેશ તથા દુનિયા માટે આપણે પ્રવૃત્તિ તે ઉપકારક છે. યંત્ર, મીલે, કારખાનાંએ બધાને રેન-શાસનમાં પાપ માનેલ છે. જૈન ધર્મની દષ્ટિએ પંદર કર્માદાન (હિંસક વ્યાપારો) આપણે સખત વિરોધી છીએ. વર્તમાનમાં આરંભ-સમારંભને વધારવાનું જે શિક્ષણ દુનિયામાં અપાઈ ૨હ્યું છે, તેની તે જૈન સાધુઓ ના જ પાડતા આવ્યા છે. આજે દેશના નામે વાત કરનારા એ શિક્ષણ છેડી શકતા નથી, એનું શું કારણ છે ?
શું તમને એમ નથી લાગતું કે-આ વાતો કરનારાઓને કઈ પણ અમલ નથી કરવા અને માત્ર ધર્મ પ્રત્યે જ વૈર કેળવવું છે? મારી તે તમને સલાહ છે કે-એવાઓને ઝપાટે ચડી ધર્મને ન ભૂલશો. ધર્મ ભૂલ્યા તે બધુ બરબાદ! ધમ ભૂલીને દેશની કે કશાની આબાદી કોઇ કરી શક્યું નથી-કરી શકતું નથી–અને કરી શકશે પણ નહિ. દેવ-ગુરૂ-ધર્મને આઘા મૂકયા તો બરબાદ થશે અને ગાંડામાં પાપશો. પરમતારક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય એવી