Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) (૨) સંચમાભિમુખતા. શ્રાવક કુળમાં જન્મેલા આત્માને શ્રાવકધર્મને જીવનારા માતા-પિતા ભાષા જ્ઞાનાદ્રિ વ્યવહારિક શિક્ષણ આપે તેની સાથે ધાર્મિક શિક્ષણ તે પ્રધાનપણે જ આપે. સારાં મા-બાપ સંતાનને દુનિયાદારીનું ભણાવે તેને પણ તે જ હેતુ રહે કે-“મારૂં સંતાન સાચું-ખે હું સમજે. તે સમજયા પછી પિતાની શકિત અનુસાર સાચું-સારૂ કર્યા વિના ન રહે અને મરી જાય તે પણ ખોટું તે હરગીજ ન કરે અને ખોટામાં ભાગ પણ ન લે. પરંતુ “ભણશે નહિ તે ખાશે શું ? તેમ માની ભણાવતા ન હતા. - ત્રિભુવને પણ વ્યવહારિક અભ્યાસ ગુજરાતી ૭ ચે પડીને કરેલું. તે વખતના વડિલે દુનિયાનું ભણાવવા છતાં પણ મનમાં બેટું ઘર ન કરી જાય તેની પૂરી કાળજી રાખતા. તે વાત ઉત્તરાવસ્થામાં તેઓશ્રીજી સ્વમુખે કહેતા કે “અમારા વખતમાં અમારા ઘરના વડિલે અમે નિશાળેથી ભણીને આવીએ તે “માનસિક સ્નાન કરાવી પછી દ૨માં પેસવા દેતા. તે વખતે ગુજરાતીમાં કવિતા આવતી કે-“એ ! ઈશ્વર ભજીએ તને, તું છે જગ સર્જનહાર.” ત્યારે આ રતનબા કહેતા કે-બેટા ! આ કવિતા ભણવી પડે માટે ભણવાની. ગોખવી પડે તે મેઢે કરવાની પણ તે વાત માનવાની નહિ. ઇશ્વર જગતને કર્તા હોય નહિ. આ રીતના કુમળા ફુલને ઉછેર-વિકાસ કરવામાં આવે તે તે ત્રિભુવનના મસ્તકે શેભે-તેમાં લેશ પણ નવાઈ છે? શાસ્ત્રોમાં વાત આવે છે કે-જે માતા ખરેખર સાચી શ્રાવિકા બનેલી હોય તેની સંસારની ક્રિયાઓ જેઈને નાનું બચ્ચું જવ વિચાર અને નવતરવનું જાણકાર બની ગયું હોય ! શ્રાવિકા ચલે આદિ સળગાવતી વખતે, લાકડામાં ક્યાંય જીવજંતુ ભાર્યા નથીને ? તે કાળજીપૂર્વક જોઈ લે. કેઈ પણ ચીજ-વસ્તુ લેતા કે મુકતા, પૂંજી પ્રમાઈને જયણાપૂર્વક લે અને મૂકે, તે જિજ્ઞાસુ નાનું બચ્ચું પૂછે કે–આમ કેમ? તે સમજાવે છે કે-આવા આવા ઝીણું જીવો મરી ન જાય માટે* આ જ ખરેખર જીવન જીવવાની સાચી કલા છે !
વ્યાવહારિક અભ્યાસની સાથે બાલ્યવયથી જ તેમને ધાર્મિક અભ્યાસ કરવાનું શરૂ કરેલ નવ વર્ષની ઉંમર સુધીમાં તે પાંચ પ્રતિકમણ, જીવવિચારાદિને અભ્યાસ કરી લીધેલ એટલું જ નહિ નવ વર્ષની વયથી તે બે ય ટાઈમના પ્રતિક્રમણ અને ઉકાળેલું પાણી પણ શરૂ કરેલ તેમને ધાર્મિક અભ્યાસ કરાવનાર શિક્ષક શ્રી ઉજમશીભાઈ પણ સારા શ્રદ્ધાળુ-જ્ઞાની મળેલ. જેમણે સમ્યફવની સજઝાય અને તેના અર્થ એવા સમજાવેલ - ૪ જીવવિચારનું આ પ્રેકટીકલ તે એજ છે.
| નવમું વર્ષ બેઠા પછી તે એમને એકેય દિવસ એ ઉગ્ય નથી કે જે દિવસ તેમણે પ્રતિક્રમણ ન કર્યું હોય અથવા સચિત્ત પણ વાપર્યું હોય. .
ક ઉપા. શ્રી યશ વિ. વિરચિત સમ્યકત્વની ૬૭ બેલની સજઝાય.