Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૬ : અંક ૪૭–૪૮ :તા. ૨-૮-૯૪
: ૧૧૭
એક જ સેડે જમતા ઢેઢસે માજીસના કુટુંબમાં માત્ર બાકી રહેલ આ રત્નભૂત એક વારસદારને સ્વાવલ'બન અને સ્વાશ્રયી જીવનના સુસ`સ્કારોથી સી‘ચીત કર્યા જેના કારણે તેમની સિંહ. સમી સાત્વિકતા અનેક ગણી ખીલી ઊઠી. સ'યમ-ત્યાગ-વૈરાગ્યના એવાં હાલરડાનું ગાન સુણાવ્યુ* કે જેથી શ્રી વસ્વામિ મહારાજાની જેમ, બાલ્ય વયથી સયમરસી બન્યા અને સયુમ કબ હી મીલે'ની ભાવનાથી આતપ્રેત બન્યા.
આ તનમા પાદરાગામના માનનીય-આદરણીય વ્યકિત હતા. તેમનું ભણતર ઓછુ હશે પણ ગણતર અને કઠાસૂઝ એવી અજોડ હતી કે જેના કારણે એક વડલા સમાન અને નેોંધારાનાં વિશ્રામભૂત હતા. અનેકના માટે આશ્રયભૂત હતાં, અનેકનાં જીવ નના સાચા માર્ગદર્શક હતા. તેએ જ્યારે જયારે બજારમાંથી પસાર થતા ત્યારે લેાકેા અનેરા આદર-સત્કાર આપતા, હાથ જોડતાં હું યાને ભિતભાવ બતાવતા. આવી સદ્ધર્મશીલા રન્નારીના હાથે ઘડતર પામેલ ‘રતન’ યંભૂ પ્રકાશી ઉઠે તેમાં લેશ પણ નવાઈ નથી.
શાસ્ત્રકાર ૫૨મર્ષિ એએ જૈનકુલ-જૈન-જાતિની મહત્તા અમસ્તી નથી આંકી. અનંતી અતી પુણ્યરાશિને સ્વામી આત્મા જ જૈનકુલ–જૈનજાતિમાં જન્મ. તેના તે સુસ'સ્કારનુ ઉદ્દીપન આ કુળમાં જ થવુ" સહેજ તથા શકય બને છે પણ કયારે? ઉદ્દીપક વસ્તુની પ્રાપ્તિ થાય તેા પુણ્યશાલી આત્માને બધી જ સામગ્રી અનુકૂળ મળે છે.
જૈનસ્કુલમાં ત્રિકાળપૂજા ઉભયટક આવશ્યક-સામાયિક સ્વાધ્યાય આદિ ધર્મકરણી સાહજિકતાથી ચાલુ જ હોય છે. આ બાળક ‘ત્રિભુવન' ચાર વર્ષની વયના હતા ત્યારથી જ આ રતનમાં પેાતાની આંખની કીકી સમાન આ રતનને રોજ સવારના પેાતાની સાથે ઉઠાડી પ્રતિક્રમણ કરાવતા. બાલ્યવયના કા ણે કદાચ કટાસણા ઉપર સૂઈ જાય તા સૂઈ જવા દેતા. માગ્યવાના! વિચારા આ જાતિના સ`સ્કાર શું કામ કરે છે. આજે તા કાઈ આવું કરે તે તે ‘નિય’ કોટિમાં ગણાય તેવા આ કાળ છે. નહિં કરનારા બધા ‘રાળું ! સાચું હિત શેમાં તે વાત ભૂલાઈ જવાથી સમાજનુ' પણ કેટલું-કેવુ. અધઃપતન થયું. છે, તેના વિચારમાત્રથી દુઃખ ઉપજે તેમ છે,
બાલ્યવયથી વિરાગી એવા ત્રિભુવનની માતા શ્રીમતી સમથબેન પણ તેમની છ વર્ષોંની ઉંમરે સ્વર્ગ વાસી બન્યા. તેઓ દેવ થયેલા તેના અનુભવ ત્રિભુવનને પણ થયા હતા. એકવાર ત્રિભુવનની આંખને સખત-અસહ્ય પીડા થઈ હતી એક પણ ઉપાય કાર
ગત ન નીવડયા. તે પીડાને મજેથી સહી રહ્યા હતા. એક રાત્રિમાં દેવ થયેલા તેમના માતુશ્રી સદેહે માતાના સ્વરૂપે આવી આંખ ઉપર વાત્સલ્ય હાથ ફેરવી ગયા, તેથી પીડા તેા દૂર થઈ ગઈ. પણ બાલ્યવયના કારણે બાળકથી ચીસ પડાઈ ગઈ તેથી વાતચીતના પ્રસંગ ન અન્યા.