Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી સમ્મેત શિખરજી મહાતી
ઇતિહાસ જાણેા અને તી રક્ષા માટે જાગૃત મનો
(પ્રકરણ-૫)
-v
આગમ ગ્રંથા અને તી માળાઓમાં સમ્મેતશિખરજીના અભૂતપૂર્વ મહિમા
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું જયાં નિર્વાણુ થયુ એ અષ્ટાપદ તીથ આજે લુપ્ત થયું છે. બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનથી લઇ ત્રેવીસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના બાવીસમાંના કુલ વીસ તીર્થંકર ભગવંતા જયાં નિવાણુ પામ્યા એ સમ્મેતશિખરજીના ઉલ્લેખ આગમ ગ્રંથામાં, પ્રાચીથતી માળાઓમાં, શ્તાત્રોમાં, ચૈત્યવંદનામાં અને સ્તુતિઓમાં સતત થત રહ્યો છે. જૈન ધર્મની મૂળ પરપરાથી દિગ’બી અલગ થયા ત્યાર પછી મૂર્તિપૂજક વેતાંબર આચાર્ય અને મુનિએ દ્વારા રચાયેલાં ભકિત કાવ્યેામાં અને સ્તુતિમાં પણ સમ્મેતશિખરજીના ઉલ્લેખ કાયમ જબરદસ્ત અહાભાવ સાથે થતા આવ્યા છે. કલિકાસ`જ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય થી લઈ અર્વાચીન ભક્ત કવિએએ તેનાં ગુણગાન ગાયાં છે. આ બધુ' સાહિત્ય એ બાબતની ગવાહી પૂરે છે કે શ્વેતાંબરાની મૂળ પર પા પાસે જ અણુત વર્ષાથી આ તીની માલિકી છે અને તેઓ પેાતાની વિધિ પ્રમાણે જ તીયાત્રા અને પૂજાસેવા તેમ જ વહીવટ કરતા આવ્યા છે. સમ્મેતશિખરજી તીર્થ'નુ' નામકરણ કેવી રીતે થયુ' એ જાણવુ' પણ ખૂબ રસપ્રદ છે. જિનાગમ શ્રી જ્ઞાતાધકથા સૂત્રમાં શ્રી મલ્લિજિનના અધ્યયનમાં ‘સમ્મેયપવએ’ તથા ‘સમ્મેયસેલસિહ એવા શબ્દો વપરાયેલા છે. કલ્પસૂત્રના પર્યુષણા ૯૫માં શ્રી પાવઝિન અધિકારમાં સમૈયસેલસિહ૨'મિ એવા શબ્દ પ્રયોગ થયેલે છે.વસુદૈવિ 'ડી નામના પ્રાચીન ગ્રંથમાં ‘સમ્મેય પવએ’ એવા શબ્દો જોવામાં આવે છે, એટલે આ ગિરિરાજનું' મૂળ નામ સમેત છે.
સમ્મેત શબ્દ એ પદ્મના બનેલા છે; સમ્ભક ઇત. એટલે તેના અર્થ રમ્યકભાવને પામેલા, સુંદર, પ્રશસ્ત એવા થાય છે, અને તે ખરેખર એવા જ છે.
સમ્મેતને પવ તના પર્યાય શબ્દો લાગતાં સમ્મેતશીલ, સમેતાચલ, સમ્મેતગિરિ, સમ્મેતાશિખિન્ વગેરે શબ્દો પ્રચારમાં આવ્યા અને શૌસેની સ ંસ્કાર પામીને મેદશ લ. સમ્મેદાચલ, સમ્મેદગિરિ, સમ્મેદશિખરી વગેરે ઢ’વાળા શબ્દો બન્યા. દિગંબર સાહિ . ત્યમાં મુખ્યત્વે આ જ શબ્દો વપરાયેલા છે. સમ્મેદશિર ઉપરથી મધ્યકાલીન સાહિત્યમાં તેના ઉલ્લેખ સમિગિરિ અથવા સમાધિર તરીકે પણ કરવામાં આવ્યા છે.