Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) નોકર દિગંબરના બાંધકામને તેડી ના પાડે તે માટે તેમની સામે કાયમી મનાઈહુકમ આપવામાં આવે. દિગંબરે એ એવી પણ પ્રાર્થના કરી કે તાંબરને પર્વત પર કયાંય પણ ધર્મશાળા કે બીજું બાંધકામ કરવાની પરવાનગી આપવામાં ન આવે અને દિગંબરે જે પહાડ ઉપર તેવું બાંધકામ કરે તે તેમને રોકવાને શ્વેતાંબરોને કે ઈ અધિકાર નથી, એવું પણ જાહેર કરવામાં આવે.
ગિરિડિહની ડિસ્ટ્રિકટ કેર્ટ ઉપરના બંને કેસ (એટલે કે ૧૦ એફ ૧૯૬૭ અને ૨૩ એફ ૧૯૬૮) એકસાથે ચલાવવાનું નકકી કર્યું. આશરે ૨૦ વર્ષ સુધી ગિરિડિહની અદાલતમાં આ કસ ચાલ્યું. તે પછી ૩ માર્ચ, ૧૯૯૦ના રોજ તેને ચુકાદો આવ્યા. આ ચુકાદામાં વિદ્વાન ન્યાયમૂર્તિ ચંદ્રસેન ચૌબેએ કરાવ્યું કે પારસનાથ પહાડની માલિકી બિહાર સરકારની છે, પણ તેને વહીવટ, કબજો તેમ જ અંકુશ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં લેવાથી તેઓ દિગંબરને કે અન્યને બાંધકામ કરતાં અટકાવી શકે છે. દિગબર સામે આવું કઈ પણ બાંધકામ કરવા માટે કાયમી મનાઈહુકમ ફરમાવવામાં આવે છે. ઈ. સ. ૧૯૬૫માં સરકારે તાંબરો સાથે જે કરાર કર્યો તે યોગ્ય છે અને દિગંબરે તેને પડકારી શકે નહિ. વળી, જો દિગંબરો પહાડ ઉપર ધર્મશાળા બાંધવા માંગે છે તેમણે શ્વેતાંબર વહીવટદારોની લેખિત પરવાનગી મેળવવી જોઈએ.
ગિરિડિહ કેટના આ ચુકાદાને કારણે તીર્થના વહીવટ, કબજા, અંકુશ અને સંચાલનના તમામ હકકે માત્ર શ્વેતાંબરના જ કાયમી ઠર્યા એટલે દિગંબરોના હાથ હેઠા પડયા. અદાલતી યુદ્ધમાં સત્યને વિજય થ અને દિગંબરના જૂઠા દાવાઓ ન ચાલ્યા એટલે દિગંબર અગ્રણીઓએ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવને પિતાના પક્ષમાં લીધા અને તેમની પાસે એક વટહુકમને મુસદ્દો તૈયાર કરાવ્યું. તાંબર અગ્રણીઓને આ વાતની ગંધ આવી જતાં તેમણે ફરી કેર્ટમાં ધા નાખી અને એવી પ્રાર્થના કરી કે બિહાર સરકારને આ વટહુકમ બહાર પાડતાં રોકવામાં આવે. આ કેસની સુનાવણી ચાલતી હતી એટલામાં તા. ૧૨-૭-૯૩ના રોજ બિહાર સરકારે અદાલતમાં એક સોગંદનામું આપી જણાવ્યું કે સરકારનો ઈરાદે તાંબાના વહીવટ. કબજા અને અંકુશનો પડકારવાનું નથી અને તીર્થના વહીવટ માટે ત્રીજુ બેડ બનાવવાને સરકારને કેઈ ઈરાદે નથી.
ગિરિડિહની અદાલતે સમેતશિખરજી તીર્થભૂમિ ઉપ૨ કઇ પણ જાતનું બાંધકામ કરવા સામે દિગંબરોને કાયમી મનાઈહુકમ આપ્યો હોવા છતાં દિગંબરોએ ૧૯૯૧ ના એકબરમાં શ્રી દિગંબર જૈન સમેર્ધાચલ વિકાસ સમિતિ બનાવી ચપરા કુંડ નજીક કેટલુંક બાંધકામ કરવા માંડયું. આ વાત તાંબર વહીવટદારના થાનમાં આવી એટલે