Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૪૮ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
(૩) સમેતશિખરજી તીર્થના વિસ્તારમાં જે જંગલ આવેલું છે તેને વહીવટ બિહાર સરકારનું જંગલ ખાતું કરશે, પણ તેઓ તાંબરોને તેમની ધાર્મિક વિવિ ઉત્સવની ઉજવણી વગેરેમાં કયાંય બાધારૂપ નહિ બને. જંગલની પેદાશોના વેચાણમાંથી જે ચેખે નફે થાય તેમાંથી ૬૦ ટકા રકમ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મળે અને બાકીનો ૪૦ ટકા હિસે જંગલ ખાતાને મળે, એવું પણ આ કરારમાં નકકી કરવામાં આવ્યું.
(૪) બિહાર સરકારે તાંબરના અધિકારીને સ્વીકાર કર્યો હોવાથી ૧૯૫૦ના બિહારના જમીન સુધારણા કાયદા મુજબ કઈ વળતર સરકારે તાંબરને ચૂકવવું નહિ, એવું પણ નકકી કરાયું.
(૫) જંગલના વિકાસ અને વહીવટ બાબતમાં બિહાર સરકારને સલાહસુચન આપવા એક સલાહકાર મંડળની રચના કરવી, જેમાં વેતાંબર મુર્તિપૂજક સંઘના બે અને બિહાર સરકારના બે, એમ કુલ ચાર પ્રતિનિધિઓ હોય. આ કમિટીના ચેરમેન ના નામ માટે તાંબરે તરફથી ત્રણ સભ્યોની પેનલ સૂચવવામાં આવે, જેમાંથી બિહાર સક્કાર એક નામની પસંદગી કરે.
(૬) પહાડની ટોચ પરથી અડધા માઈલની ત્રિજ્યા ધાવતો વિસ્તાર જગલ ખાતાના વહીવટથી મુકત રાખવામાં આવે. જંગલ ખાતાના વહીવટમાં જે જમીન રહે તેમાં મૂર્તિ પૂજક વેતાંબરે કોઈ ધાર્મિક હેતુઓ માટે કે યાત્રિકોની સુવિધા માટે બાંધ. કામ કરવા માગે તે જંગલ ખાતા તરફથી કે રાજ્ય સરકાર તરફથી કઈ વાંધો ઉઠાવવામાં આવશે નહિ,
(૭) પારસનાથ પહાડ ઉપર શિકાર, માછીમારી, પશુપંખીની કતલ તેમ જ માંસાહાર ઉપર પ્રતિબંધ કાયમ રહેશે.
(૮) જંગલની જાળવણી માટે જે કઈ જતુનાશક દવાઓ વાપરવામાં આવે તે જૈન ધર્મના અહિંસાના સિધ્ધાંતથી વિરૂધ ન હોય તેની કાળજી રાખવામાં આવશે.
(૯) સરકારી ફેરેસ્ટ ઓફિસર અને તેમના કર્મચારીઓ જૈન સંઘની ધાર્મિક લાગણીઓની પૂરેપૂરી કાળજી રાખશે અને યાત્રાળુઓ પૂજા તેમજ ઉત્સવની ઉજવણી માટે પહાડ ઉપર જશે ત્યારે તેમને કેઈ અંતરાય પહોંચાડવામાં આવશે નહિ.
(૧૦) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ધાર્મિક હેતુઓ માટે જંગલના લાકડાંની કે અન્ય પેદાશની જરુર પડે તો તે જંગલમાંથી પ્રાપ્ત કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા તેમને રહેશે.