Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૨૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રદધાનું કેન્દ્ર છે, એટલે તાંબરે તેમાં પોતાની પરંપરા મુજબ મંદિર બંધાવી ન શકે અને તેમાં વેતાંબર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી ન શકે.
- આ કેસમાં વેતાંબરેએ એવી દલીલ કરી કે પ્રાચીન વારણ ફૂર કરી. અમારે ઇરાદે નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવાનું નથી, પણ અમે નવા મંદિરમાં પ્રાચીન ચર. શુની જ પ્રતિષ્ઠા કરવાના છીએ. દિગંબરાએ ખુલાસા પછી પોતાને કેસ પાછા ખેંચી લીધે અને પારસનાથ ટૂંક ઉપર નવું ભવ્ય, શિખરબંધી મંદિર શ્વેતાંબરોએ બંધાવ્યું. ઈ.સ. ૧૯૦૭માં બ્રિટિશ સરકાર સમેતશિખરજી ઉપર એક ગેસ્ટ હાઉસ બાંધવા માગતી હતી ત્યારે શ્વેતાંબર અને દિગંબર આગેવાનોએ ભેગા મળીને તેને ઉગ્ર વિરોધ બંગાળના ત્યારના લેફટનન્ટ ગવર્નર સર એન્ડ ફ્રેઝર સમક્ષ નોંધાવ્યું હતું. આ વિરોધને કારણે ગેસ્ટ હાઉસ બાંધવાની પાલગંજના રાજાની અને બ્રિટિશ સરકારની યે જના ૨૦ થઈ ગઈ હતી.
પાલગંજના રાજા પાસેથી સમેતશિખરજી તીર્થની જમીનદારીના હકકે ખરીદી લેવા દિગંબર જેનેએ ઈ.સ. ૧૯૧૦માં ગંભીર પ્રયાસ કર્યા હતા, પણ તે સરિયામ નિષ્ફળતાને વર્યા હતા. તેમના પ્રયાસને અદાલતે નાકામિયાબ બનાવ્યા હતા. આ પછી તાંબરએ ૧૯૧૮ની સાલમાં એક કરાર કરી પાલગંજના રાજા પાણીથી આ અને પહાડ તાંબરની માલિકી હોવા છતાં ખરીદી લેવો પડયે, જે વેચાણખતને બ્રિટિશ સરકારે પણ માન્ય રાખ્યું. આ રીતે પણ તાંબરે સમેતશિખરજી તીર્થના એકમાત્ર માલિક અને વહીવટદાર ર્યા.
સમેતશિખરજી તીર્થમાં તાંબરોના માલિકી તેમજ વહીવટના અધિકારને દિગંબરેએ અગાઉ પણ પડકાર્યા હતા, જે મામલો લંડનની પ્રિવી કાઉનિકલ સુધી ગયે હતે. પ્રિવી કાઉન્સિલે પણ ૧૯૩૩ની સાલમાં એક ઐતિહાસિક ચુકાદો આપી વેતાંબરેના માલિકી, વહીવટ, કબજે અને અંકુશના તમામ હકકે માન્ય રાખ્યા હતા, જયારે દિગંબરને માત્ર પૂજા કરવાને જ અધિકાર આપ્યું હતું. ઈ.સ. ૧૯૧૮ની સાલમાં
વેતાંબરએ પાલગંજના રાજા સાથે વેચાણખત બનાવી અને પારસનાથ પહા, મૂળમાં પિતાને હોવા છતાં પણ ઝઘડે ટાળવા આશરે અઢી લાખ રૂપિયા રોકડા ચૂકવી ખરીદી લીધે. નવાગઢના રાજને એ દા હતા કે પારસનાથ પહાડને અમુક હિસે તેમની માલિકીને છે, એટલે તાંબરોએ તેમને પણ એક લાખ રૂપિયા મલામીના ચૂકવી તેમની પાસેથી લીઝના કાયમી અધિકાર મેળવી લીધા.
(ક્રમશ:)