Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૬ અંક ૪૩ તા. ૨૧-૬-૯૪
'* ૧૦૩૩
અનુષ્ઠાનમાં ઉજવણી કરવા માટે પૈસા નહિ આપું તેમજ મારાં સંતાનોને પણ એવી વાતોમાં પૈસા ખર્ચ ન કરવા સલાહ આપીશ. તેને બદલે ગુપ્તદાનમાં, ચોગ્ય વ્યકિતઓને શોધી કાઢી એ પૈસાનો લાભ આપીશ.'
આ પત્ર લખનાર અને પ્રસંગોલેખન કરનાર ભાઈ મારા. એક અંગત મિત્ર જેવા છે. તેઓ દરેક વર્ષે ને દરેક પ્રસંગે સારો એ નાણુને સદવ્ય કરે છે. કેઈને ભેઠામણ જેવું ન લાગે એ માટે એમના તથા એમના સહકાર્યકરે અને સંઘના આગેવાનોનાં નામ ઈરાદાપૂર્વક અત્રે પ્રગટ નથી કર્યા તેમના બીજ અનુભવ હવે પછી વર્ણવીશું.
પણ, આ ઉપરથી બેધ લેવા જેવી વાત એ છે કે દેવદ્રવ્ય અંગે ધર્મમાં અટલ શ્રદ્ધા અને લાગણી ધરાવનારા અને તેમાં સારાં એવાં નાણાં ખચનારાઓ પણ હવે વસ્તુને નવી રીતે વિચારતા થયા છે. આમાં સુધારાવાદની કઈ વાત નથી. પરંતુ, ધીમે ધીમે સમાજમાં વૈચારિક ક્રાંતિ થતી જાય છે તે નિશ્ચિત છે અને તે પ્રત્યે દુર્લક્ષ સેવવું પરવડી શકે એમ નથી. જેવી રીતે તપ અને ત્યાગ વધતાં જતાં જોવામાં આવે છે, તેવી રીતે યુવાન માનસમાં વિચારધારાને પણ વિકાસ થતો જાય છે એ આપણે સમજવું પડશે અને આ અંગે નકકર પગલાં લેવાં પડશે. પૂજ્ય આચાર્ય ભગવંત જેઓ ભગવાન મહાવીરની પાટ ઉપર બિરાજે છે અને તીર્થકર ભગવંતની અનુપસ્થિતિમાં, તેમની માફક જ લેકેને ધર્મના માર્ગે દોરવાની સત્તા ધરાવે છે, તેમણે જ આગળ આવીને આ અંગે ગ્ય માર્ગદર્શન આપવું જોઇએ એ જરૂરી છે. એવું નમ્રભાવે સૂચન કરવાની આ તક લઈએ છીએ.”
આ લેખ દ્વારા ધર્મપ્રિયે જે ભાઈ દ્વારા જિનમંદિર કે જીવદયા કે ધાર્મિક પ્રસંગમાં ન આપવાનો અને પરિવારને ના પાડવાનો વિચાર રજુ કર્યો છે પરંતુ વૈભવશીલ જીવન મોટી મહેલાતે અને વ્યસનો સ્વરછદં આચારો બંધ કરવાનો કેઈ નિષ કર્યો નથી તે સૂચક છે. - સાધર્મિક ભકિત માટે તે દરેક સાધુ પયુંષણમાં જોરદાર ઉપદેશ આપે છે. અને એક બાજુ સઘળા ધર્મો એક બાજુ સાધર્મિક ભકિત-સમાન કે અધિક સમજાવે છે તેના દષ્ટાંતે પણ વર્ણવે છે. આ ઉપદેશ સાંભળનાર નથી કે સાંભળે તેઓને મગજમાં બેસતું નથી બાકી દેવદ્રવ્યની જરૂર નથી વિગેરે વાયડી વાત તે ક્રાંતિ નથી. પણ બ્રાંતિ છે. યુવાનનું માનસ પરિવર્તન આવ્યું છે. તે ભ્રમ છે કેમકે જે યુવાને સમજુ છે તે ભકિત પણ કરે છે અને સાધર્મિક ભકિત કરે છે અને વ્યસનથી દૂર પણ રહે છે. જે અણસમજુ છે તે આ ધમપ્રિયના લેખથી કદાચ ઉભગી જાય અને જિન