Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધાર્મિક વહીવટ વિચાર : એક વાર્તાલાપ
- પ્રેષક : કિશાર ખંભાતી વિ. સં. ૨૦૫૦ મહા વદ ૪ મંગળવાર તા. ૧-૩-૯૪ સવારે ૯ ૨૫ કલાકે. પાલીતાણ -મહારાષ્ટ્ર ભુવન, રૂમ નં. ૪૫
પંન્યાસજીશ્રી ચંદ્રશેખર વિજયજી : જયદર્શન વિજયજી નથી? (તેમને બોલાવો) [જયદર્શન વિજયજી આવ્યા પછી પંન્યાસજીએ; કાશીરામ રાણા વગેરે રાજકારણી નેતાએની ચઢવણીથી પછાતેનું આક્રમણ, તીર્થ જોખમમાં હોવાનું અને તેથી દિગંબર સાથે પણ સમા વાન જરૂરી હોવાનું પિતાનું મંતવ્ય રજૂ કર્યું આના જ અનુસંધાનમાં આગળ બેલતાં તેમણે કહ્યું કે આપણા આપસના ઝઘડામાં આપણું શકિત વેડફાવી ન જોઈએ. પછી વધુ વાત નીચે મુજબ થઈ –]
૫૦ : જયદર્શન વિજયજી, હું તમને પણ કહું છું કે જાહેરમાં લખવાનું બંધ કરે. હું પણ છદ્મસ્થ છું, મારી પણ ભૂલ થાય. આપણે અંદર-અંદર વાત કરી લેવી જોઈએ, જાહેર છાપામાં “સકળ સંઘે સાવધાન”ની જાહેરાત આપી વાતાવરણ ઉગ્ર બનાવવાથી ના હક કલેશ વધે છે. તમે છાપામાં લખો તેથી મને તે કાંઇ થતું નથી, પણ બીજા બધ ને ઉદ્વેગ થાય છે. આપણે સ્નેહભાવ વધારવા જોઈએ.
જય૦ : મેં જાહેર છાપામાં કાંઈ લખ્યું નથી. પં. : “જૈન શાસનમાં લખ્યું ને? તેની ૩૦૦૦ કેપી નીકળતી જ હશે. જય : આપના ધાર્મિક વહીવટ વિચારની કોપી પણ ૨૦૦૦ છે.
૫૦ : હું તે નેહ ભાવ વધારવાની વાત કરું છું. મારી ભૂલ થતી હોય તે મને જણાવવું જોઈએ. સામસામે લખવાથી તે સ્નેહ ભાવ ખતમ થઈ જશે.
જય૦ ? આ વાત તે આપે પુસ્તક લખતાં પહેલાં વિચારવાની હતી. એ પુસ્તક આપે સ્નેહ ભાવ વધારવા લખ્યું છે? આપ જાહેરમાં પુસ્તક લખો. અને તેની વાત મારે આપને ખાનગીમાં કરવી ?
પં : મને કહપના જ ન હતી કે આ પુસ્તક માટે આટલે ઉહાપેહ થશે.
જય : ૨૦૪૪ના નિર્ણય [સંમેલન] સામે પ્રચંડ વિરોધ ઉભે થયો હતે. એ જાણવા છતાં એની પુષ્ટિ કરનારું પુસ્તક લખ્યું અને એની સામે વિરોધ જાગશે એવી કપના ન હતી. એમ કહે છે?
પં. : ખરું કહું? વીર સૈનિકે ગામે ગામ પયુંષણ કરાવવા જાય છે ત્યારે વહીવટ અંગે તેમની સામે ઘણું ઘણું સવાલ આવે છે. તેથી તે લે કોની વિનંતીથી આ પુસ્તક લખાયું છે.