Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ શ્રી જૈનશાસન (અઠવાડિક)
જય૦ : વહીવટ જ્ઞાન માટે ઘણું પુસ્તકે બહાર પડેલાં જ છે. નવું પુસ્તક લખવાની જરૂર ન હતી. છતાં લખવું જ હતું તે સંમેલનની વાત લાવ્યા વિના લખવું હતું. આવું પુસ્તક લખ્યું તે ક્યા સ્નેહ ભાવથી લખ્યું છે?
પં. આ વિરોધ જાગશે એની કયાં મને ખબર હતી? હું તે કહું છું કે સુધારે કરવાની મ રી તૈયારી છે. મને શાસ્ત્રપાઠ આપે.
જય : આપને આ અંગે શાસ્ત્રાધારે ચર્ચા કરી લેવા માટે નામ તે સૂચવવામાં આવ્યું હતું. આ પે કેમ એમની સાથે ચર્ચા કરી નહિ ?
પં. સુરતથી પં. ચંદ્રગુપ્ત વિ. નું નામ સૂચવાયેલું, તે સામે મેં અભયશેખર વિ. નું નામ સુચવેલું. તમે એમની સાથે ચર્ચા કરી લે. મને તે મંજૂર છે.
જય : પુસ્તક આપે લખ્યું, અને ચર્ચા બીજા સાથે કરવાની ? પં૦ : પુસ્તકમાં અડધે ભાગ તેને છે.
જય : પુસ્તકમાં આપનાં પાનાં વધારે છે. અને અભયશેખર વિ. ને જવાબ જોઈ હશે તે તેમને પૂછશે. આપના લખાણનો જવાબ તે આપે જ આપ જોઈએ. તેમાં બીજું નામ ન ચાલે.
પં ? તમે બીજાનું નામ સૂચવી શકે તે મને પણ બીજાનું નામ સૂચવવાનો અધિકાર છે. ન્યાયની વાત છે. હા, કીર્તિયશ વિ. કે હમભૂષણ વિશે વાત કરવાના હોય તે મારે જ બેસવું પડે.
મને શસ્ત્રપાઠ આપે તે મારી ખુલાસે કરવાની તૈયારી છે, છતાં બધા મને ઉસૂત્રભાષી કહે છે, તે મને લાગી ન આવે? તમારે જે લખવું હેય તે લ.
જય : આપને કેઈ ઉસૂત્રભાષી કહે તે આપને લાગી આવે છે. તે આપ અમારા સાહેબજીને દુરાગ્રહી-કદાગ્રહી વગેરે તરીકે ચીતરો અને તેનું અમારે કાંઈ નહિ લગાડવાનું ? આપની સ્નેહભાવની વાત દંભી છે. - પં૦ : કીર્તિયશ વિ. સાથે મારે ઉત્તમભાઈ કીમવાળા દ્વારા સમાધાન થઈ ગયું હતું. મારે પુસ્તકની નવી આવૃત્તિ બહાર પાડવી નહિ. અને તમારા પક્ષ તરફથે કેઈએ મારી [પુસ્તકની] વિરૂદ્ધમાં કાંઈ લખવું નહિ. આવી વાત હતી. પણ તમારાં લખાણે શરૂ થઈ ગયાં અને તેથી શરત ભંગ થયે છે..
જય૦ : કીર્તિયશ વિ. મ. તરફથી મારી ઉપર આવા કેઈ સત્તાવાર સમાચાર આવ્યા નથી. અને આપનું પુસ્તક બધે છૂટથી ફરતું રહે છતાં અમારે કેઈએ તેને વિરોધ કરે નહિ. આ કેવું સમાધાન ? આપના એ પુસ્તકમાં નેહભાવ કયાંય છે?