Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્વેતાંબરના માલિકી, વહીવટ, નિયંત્રણ અને કબજા બાબતના સર્વાગીણ અધિકારો પર મંજૂરીની મહોર મારી હતી. સ્વતંત્રતા પછી બિહાર સરકારે ૧૯૬૫ની સાલમાં વેતાંબર સાથે એક દ્વિપક્ષી કરાર કરી આ તીર્થક્ષેત્રમાં અગાઉની અદાલતાએ આપેલા તમામ અધિકારોનું ફરીથી સમર્થન કર્યું હતું. છેક ૧૯૦ની સાલમાં ગિરિડિહની કેટે ચુકાદો આપી આ દ્વિપક્ષી કરારને માન્ય રાખ્યો હતે. આ તીર્થમાં દિગંબરના માત્ર પૂજા કરવા સિવાયના તમામ અધિકાર ભારપૂર્વક નકારી કાઢયા હતા. છતાં પણ મમતે ચડેલી દિગંબર નેતાગીરીએ યેનકેન પ્રકારેણ આ તીર્થને કબજો હાથમાં લેવા માટે શેતાન જેવી બિહાર સરકાર સાથે વાળું કરવાની તૈયારી દર્શાવી છે. બિહાર સરકારના ટેચના અધિકારીઓને ફેડી દિગબર અગ્રણીઓએ એક એવા વટહુકમનો મુસદ્દો તૈયાર કરાવ્યું છે, જેમાં તીર્થની તમામ સ્થાવર જંગમ મિલકતે આણંદજી કલ્યાણજીની પેઢી પાસેથી આંચકી લેવામાં આવશે અને તેને વિરોધ કરનારને એક વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
સમેતશિખરજી તીર્થ અથવા તે કઈ પણ ધર્મતીથની બાબતમાં એક વસ્તુ કાયમી સમજી લેવી જોઈએ કે તેની માલિકી કયારેય સરકારની કે કઈ વ્યકિતની હાઈ શકે જ નહીં. ધર્મતીર્થને સાચે માસિક ધર્મસંઘ જ હોય છે. વર્તમાન ની બિહાર સરકાર કે ભારત સરકાર અથવા તે અગાઉની બ્રિટીશ સરકાર કે મેગલ સલતનતને જન્મ પણ નહોતે થયો તે અગાઉ ધર્મશાસનની સ્થાપના થઈ હતી અને તે અપ્રતિહત રીતે અખંડિત ચાલ્યું આવે છે. ભારતના બંધારણની ૨૫મી અને ૨૬મી કલમમાં પણ ધર્મશાસનના આ સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યું છે અને તેમાં કઈ પણ સરકાર દ્વારા અનિચ્છનીય દખલ કરવામાં નહિ આવે એવી બાંયધરી આપવામાં આવી છે. સમેતશિખરજી તીર્થની વાત કરીએ તે તેની સ્થાપના છેક ઋષભદેવ ભગવાનના કાળમાં થઈ હતી, એવાં આધારભૂત પ્રમાણે જૈન શાસ્ત્રગ્રંથેના વાચનમાંથી પ્રાપ્ત થાય છે. શત્રુંજય માહભ્ય ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણે ભરત ચક્રવતી સિધ્ધાચલજીની યાત્રા કરવા સંઘ સાથે ગયા હતા. પાછા ફરતી વખતે ભરત મહારાજાએ સમેતગિરિ ઉપર અઠ્ઠાઈ ઉત્સવની ઉજવણી કરી હતી અને વાધકિરન નામના રાજયના વડા શિલ્પીને એ પહાડ ઉપર દહેરાસર બાંધવાને આદેશ કર્યો હતે.
ભરત મહારાજાએ સમેતશિખરજી તીર્થ ઉપર દહેરાસર બનાવડાવ્યાં ત્યારથી આ પહાડ શ્રી જૈન શાસનની સંપત્તિ બન્યા અને તેનો વહીવટ ચતુર્વિધ શ્રી જૈન સંઘના હાથમાં આવ્યો. અનેક રાજાઓ આવ્યા અને ગયા, સલતનતની સતનતે બદ. લાઈ ગઈ, પણ આ તીર્થની માલિકી તે શ્રી જૈન સંઘના હાથમાં જ છે. દુનિયાની કેઈ સરકારને કે ગમે તેટલા મહાન રાજવીને પણ આ મિલકત અરાકી લેવાનો