Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારના હિરલા પૂજય આચાર્ય શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરિજીની ૧૧મી પૂણ્યતિથિની ભકિત મંડળ
દ્વારા લંડનમાં ઉજવણી
ગુરૂમહારાજને અમારા ફેટિ કેટિ વંદન. આજે આ મહત્સવ અંગેની રૂપરેખા લખતા દિલમાં અતિ આનંદ થાય છે.
શ્રી જિનશાસન પ્રભાવે અને પૂજ્ય તીર્થકર ભગવતેની અમીદ્રષ્ટિના પ્રતાપે અને પૂજ્ય ગુરૂમહારાજની શુભ પ્રેરણાથી છેટલા અગીયારે વર્ષ થયા અમારું ભકિત મંડળ દર શુક્રવારે રાત્રે બે કલાક પ્રભુભકિત (સતસંગ) કરે છે. તે ઉપરાંત યોગ્યતા મુજબ રવિવારના પૂજાએ પણ ભણાવીએ છીએ. આ બધુ કાર્ય સિદ્ધ કરવા અમો આ ગુરુદેવના આભારી છીએ, એમનું રૂણ અમારા ઉપર બહુ જ છે અને તેમના જ આશીર્વાદથી કેદ પણ શુક્રવાર અમારી ભકિત બંધ નથી રહી અને એમની પ્રેરણાથી છેલલા અગીયાર વર્ષ થયા શાસનની પ્રભાવના કરવાનો અણમોલ અવસર અમને પ્રાપ્ત થયેલ છે. | અમને જણાવતા હર્ષ થાય છે કે આ ગુરુદેવની પૂણ્યતીતિવિ કઈ વર્ષ ઉજવવાનું અમે ચુકયા નથી અને આ વર્ષ પણ તેમની અગીયારમી પૂણ્યતિથિ ધામધૂમથી પૂજા ભણાવી ઉજવેલ છે જેની વિગત આ પ્રમાણે છે. - ફાગણ સુદ ૪ ના રોજ અનુકુળતા ન હોવાથી અમે એ રવિવાર તા. ૨૭-૩-૧૪ના રેજ બેલમેટ હાલમાં ભાવિકેને નિમંત્રણ આપી આ અવસર ઉજવેલ હતું.
- સવારના ૧૦-૪૫ વાગ્યે મંડળના ભાવિકે હાલમાં હાજર થઈ ગયા હતા. અને દરેકે પોતાની જવાબદારીનું પાલન એગ્ય રીતે કરેલ. બહેને હોંશે હોંશે મલકાતા મલકાતા કેશર ચંદન ઘુંટતા, કેઈ સાથી આ ઘઉંળી કરતા, કોઈ નૈવેદ્યના થાળ તૈયાર કરતા, કઈ ભાઈએ ત્રીગડુ શેઠવતા, કેઇ માઈક ગોઠવતા, તે કઈ પાથરણા ગઠવતા, કેઈ સંગીતકાર સાથે બેઠવણી કરતા. એટલે ટુંકમાં બધાએ પોતપોતાની જવાબદારીને અમલ કરેલ
બરાબર ૧૨ ૦૦ કલાકે પૂણ્યહમ પૂણ્યહમની ધૂન બેલાવાનું શરૂ થયેલ અને નારીઓ પ્રભુજીને સિહાસન ઉપર બિરાજમાન કરી રહ્યા હતા. ભકતજને હેલમાં પધારી રહ્યા હતા અને થોડીવારમાં સારી સંખ્યા થઈ ગઈ હતી. ગુરૂમહારાજને ફેટ રાખવામાં આવેલ અને શરૂઆતમાં પધારેલા એ મહાનુભાવોએ બે ખમાસણ દઈ ગુરૂવંદન કર્યા અને પ્રભુનાં ગુણગાવાની સ્તુતિની શરૂઆત થઈ જેના શબ્દો હતા.