Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી આબુજી (દેલવાડા) મહાતીર્થમાં સદા માટે શ્રી જિનભકિતને લાભ લેવાની અપવ તક
- જગ પ્રસિદ્ધ શ્રી આબુજી મહાતીર્થમાં સૌકાઓ પૂર્વે આ પણ મહાન પૂર્વ મંત્રીશ્વર શ્રી વિમલશાહ અને શ્રી વસ્તુપાલ તેજપાલ તથા શ્રી કુંભારણા આદિએ નિર્માણ અત્યંત ભવ્ય અને કલાત્મક મંદિરોને વર્ષો પૂર્વે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા સંપૂર્ણ જિર્ણોદ્ધાર થયા બાદ વિ. સં. ૨૦૩૫ માં પરમશાસનપ્રભાવક, સુવિશાલગચ્છાધિપતિ, વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે પુનઃ પ્રતિષ્ઠા થઇ. - ત્યાર બાદ વિ. સં. ૨૦૪૮ ના ગત વર્ષમાં મહાતપસ્વી સૌમ્યમૂર્તિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા નૂતન ગચ્છાધિપતિ, પ્રશાંતમૂતિ પરમ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મહદયસૂરીશ્વરજી મહારાજ તથા અન્ય પૂ. આચાર્યાદિ-પદ-મુનિભગવંતે. આદિની નિશ્રામાં અને ચતુર્વિધ શ્રી સંઘની વિશાળ ઉપસ્થિતિમાં મંદિરની સાલગિરિના ભવ્ય મહત્સવ પ્રસંગે પૂજાના સદુપદેશથી તીર્થમાં વધતા જતા સાધારણના કાયમી ખર્ચને પહોંચી વળવા માટે રૂા. ૧૧૦૦૦ની અનામત રકમ લખાવી લાભ લેનાર દાતાઓની નામાવલી નેંધવાને મંગલ પ્રારંભ કરવામાં આવ્યું જેમાં તે જ વખતે અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં દેવગુરૂની મહતી કૃપાથી લગભગ ૨૫૦ ઉપરાંત નામે લખાઈ ગયા અને ત્યારબાદ આજ સુધીમાં બીજા ૧૦૦ મળી કુલ ૩૫૦ નામ લખાઈ ગયા છે. તીર્થના વહીવટદારનું લક્ષ્યાંક ઓછામાં ઓછાં ૫૫૦ નામે નોંધવાનું છે. તે પુણ્યશાળીઓને પિતાનું નામ વહેલી તકે બેંધાવી તીર્થભકિતના આ અનુપમ કાર્યમાં લાભ લેવા ખાસ ભલામણ છે. '
આ રીતે એકત્ર થયેલ રકમના વ્યાજમાંથી તીર્થમાં પ્રભુ ભક્તિ આદિને સઘળે ખર્ચ કરવામાં આવશે. અત્યાર સુધી તીર્થમાં આવતા જૈન-જૈનેતર દર્શનાથીઓ તથા દેશપરદેશના પર્યટકોને ફેટા તથા ફિલ્મ માટેની પરવાનગીના પાસ આપવા દ્વારા જે આવક થતી તેને ઉપયોગ મંદિરના ખર્ચમાં કરવામાં આવતું. પરંતુ આ રીતે ફેટેગ્રાફીથી મંદિરમાં થતી ભારે આશાતના પ્રત્યે વહીવટદારનું ધ્યાન ખેંચતા તેમણે કેટેગ્રાફી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકી તેનાથી થતી આવક જતી કરવાને સ્તુત્ય નિર્ણય લીધે છે. જેને અમલ પણ શરૂ થઈ ગયા છે.