Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ૬ અંક ૨૭ : તા. ૧૫-૨-૯૪ :
છે. સાધુતા એકદમ ન આવે, પણ તેનું લક્ષ રાખીને જીવે છે તે સદ્દગૃહસ્થ બ યા વિના
રહે નહિ. સદગૃહસ્થ બનવા માટે જ આ શિક્ષણ છે ને? પછી શિક્ષકે પણ સારા { છે પાકે અને વિદ્યાથી પણ સારા જ પાકે ને?
પૈસાથી જ સુખ મળે તે વાત એટી છે. અમારી પાસે પૈસા નથી તો ય અમે છે સુખી છીએ, જે આત્માઓ સાધુ થઈને નિલેષપણે જીવે તે બેઠા જ કાળમાં પરમાત્મા બની જાય ! મારે પણ વહેલામાં વહેલા પરમાત્મા બનવું છે, પણ મનુષ્ય જન્મ પરમાત્મા થવા માટે જ છે–આ વાત જે તમારા બધાના હયામાં લખાઈ જાય
તે ઘણું કામ થઈ જાય. પછી તે ઘરમાં કે કેમ જીવવું, બજારમાં કેમ દુવવું તે ય છે આવડી જાય. ડીગ્રીવાળે સ્વેચ્છાચારે, સ્વછંદપણે જીવે તે મહા કલંક છે. 8 મારે તે આ-તે જોઈએ જ તે માણસ કહેવાય કે પશુ કહેવાય ?
પ્ર- સત્ય બોલવાથી જગતમાં હાનિ થતી હોય તે મૌન ધારણ કરવું કે સત્ય બોલવું?
ઉ– અમારે જવું નહિ બલવું તે નિયમ. જેટલું સાચું તે બધું જ બોલવું તેમ નહિ. કેમકે, કેટલાક સત્ય એવા હોય છે જે બોલવાથી અનેકને નુકશાન થાય તે બેલાય નહિ. પણ જે સાચું બોલવાથી કદાચ પિતાને નુકશાન થાય પણ અનેકને લાભ થાય છે તે સાચું અવશ્ય બોલવું જ જોઈએ. પણ તે માટે તાકાત જોઈએ, સત્વ જોઈએ, માથું કપાવાની ત્રેવડ જોઈએ. તે વખતે જે મૂંઝાયા તે ભાવિ અસુર બને, આગામી જીવન પણ બગડે.
જીવન સારું બનાવવા લાલસાઓ ઉપર કાબૂ મેળવે, બેટી લાલસા નો ત્યાગ 5 કરો. કેઈને ઠગે નહિ. ઠગીને સારું સારું ખાનારા-પનારા, પહેરનારા-ઓઢનારાનું જીવન કેવું છે? લોકો પણ તેને કેવી નજરે જુએ છે? આ જન્મ થડા કાળને છે તે તેને સફળ કરે છે કે વેડફી નાખવે છે? ખરાબ રીતે જીવનારાની આ લેકમાં છે પણ સારી આબરૂ નથી અને ભાવિ તે અંધકારમય જ છે. શું વિચાર છે ? મનને કેળવ, મનને કેળવીને સારું બનાવો. મન કેળવવાને અભ્યાસ કરે તે ભ કહેવાય. મનને ન કેળવે તેણે પડીએ ફાડી કહેવાય. ચેપડીઓ ફાડવી છે કે ભણવી છે? જેનાથી દુર્વિચાર નાશ પામે અને સદવિચાર પેદા થાય તેવું સાહિત્ય વાંચે.
જે જીવનને બગાડે, પશુ કરતાં ય બદતર જીવન બનાવે તેવા સાહિત્યની સામુ પણ છે ન જુએ. તેવું સાહિત્ય તમારી સંસ્થાઓમાં ન ઘાલે. તેવું વાંચન તે માણસાઈનું 8 લહાણ નથી પણ જનાવરનું છે. માણસાઈનું લીલામ છે.