Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૨૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
બોલીઓ સાધારણમાં કે ઉપાશ્રય બંધાવવા લઈ જવાની વાત ચાલે છે તે તેમના ગુરુવર્યોના પણ વચનોને માન્ય નથી માટે આવી કઇ રીતે કરવી તે શાસ્ત્ર અને ગુરુવચનને પ્રતિકૂળ છે.
સં. ૨૦૧૪માં શ્રી ડહેલાના ઉપાશ્રયે મળેલ શ્રમણ સંઘમાં ૧૯૯૦ના સંમેલનને સમર્થન આપવા સાથે દેવ દ્રવ્યની વ્યાખ્યા બતાવી છે કે પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલયાણાદિ નિમિત્તે તથા માળા પરિધાનાદિ દેવ દ્રય વૃદ્ધિના કાર્યથી આવેલા તથા ગૃહએ વેચ્છાએ સમર્પણ કરેલ ઈત્યાદિ દેવ દ્રય કહેવાય.
આ સંમેલનમાં પણ ઘણા પૂ. આચાર્યો આદિ હતા અને રાજનગર સ્થિત સમસ્ત શ્રમણ સંઘ તરફથી વિજયહર્ષ સૂરિ એમ તેમાં સહી કરેલી છે. તે ઠરાવમાં પણ ૧૭૬ (ખંભાત) ૧૯૯૦ (રાજનગર) ના સંમેલનને અનુમોદન આપવા સાથે ઉપદેશપદ, સંબંધ પ્રકરણ, શ્રાધ્ધવિધિ દર્શન શુધિ દ્રવ્ય સપ્તતિકા વગેરે ગ્રંથાથી જાણી શકાય છે તેમ જણાવ્યું છે. આમાં પંચ કલયાણુક લખ્યું છે. તેથી સ્વપ્નાની બેલી રચવન કલ્યાણકની છે તથા જન્મ વાંચવાની વખતે પારણું બાંધવા આદિની બોલી જન્મ કલ્યાણક અંગેની છે.
શાસ્ત્રીય સંચાલન પધ્ધતિ નામની પુસ્તિકા જેનું સંશોધન પૂ. ૯. શ્રી ધર્મ સાગરજી મ. ના શિષ્ય રત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. એ કરેલું છે તેમાં તેમજ શ્રી સીમંધર સ્વામી મંદિર પેઢી મહેસાણાથી પૂ. આ. શ્રી કૈલાસસાગર સૂ. મ. ની પ્રેરણાથી પ્રગટ થયેલ તેમજ પૂ. આ. શ્રી વિજય સોમચંદ્ર સૂ મ. સંપાદિત પુસ્તિકામાં તા પં. શ્રી હેમરત્ન વિ. મ. ની “ચાલ જિન મંદિર જઇએ' પુસ્તકમાં આ દેવ દ્રવ્ય તેની વ્યવસ્થા વિગેરે અંગે વિચારણા કરીને સ્પષ્ટ જણાવ્યું છે.
चेइय द० साधारणं च जो दूहइ मोहिय भई ओ । धम्मं च सो न याणेइ अहवा बद्धाउओ नरए ।
-દ્રવ્યસપ્તતિકા ત્ય દ્રવ્ય તથા સાધારણ દ્રવ્યને મેહમતિવાળે દ્રોહ કરે છે તે ધર્મ જાણુ નથી અથવા નરકનું આયુષ્ય બાંધ્યું છે.
આથી સ્વપ્નાની બેલીમાંથી વિભાગ કરતા તે બંધ કરાયા છે અને સ્વપ્ન બેલી ઉપર સાધારણ ટેક્ષ નાખનારને તે બંધ કરાવાયા છે. દેવ દ્રવ્યમાં જતી આવકેને તેડીને બીજે લઈ જવી તે તે દેવ દ્રવ્યનો દ્રોહ છે.